રાજકોટની દિકરીઓનો દીક્ષા મહોત્સવ રાજકોટને મળતા તમામ સંઘોમાં હર્ષની હેલી: ભવ્ય અને દર્શનીય શોભાયાત્રાનું આયોજન
રાજકોટના રોયલપાર્ક ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજિત ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તેમજ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. તા રાજકોટમાં બિરાજમાન ગોંડલ, સંઘાણી, અજરામર, શ્રમણ સંઘ આદિ સંપ્રદાયોના સંત-સતીજીઓના સાંનિધ્યે મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ (ઉં.વ. ૨૪) અને મુમુક્ષુ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાલા(ઉ.વ. ૧૭)નો દીક્ષા આજ્ઞા અર્પણ તેમજ દીક્ષા મૂહુર્ત ઉદઘોષણા અવસર ૧૮.૧૦ને ગુરુવારે સવારે ૯:૩૦ કલાકે ડુંગર દરબારમાં આયોજન કરવામાં આવ્યું છે.
વિજયાદશમીનાં શુભ દિવસે કર્મો સામે કેસરિયા કરી વિજય મેળવવા નીકળેલા આ દીર્ક્ષાથીઓની ભવ્ય શોભાયાત્રા હસમુખભાઈ શિવલાલભાઈ શાહના નિવાસસન મિનાક્ષી એપાર્ટમેન્ટ, વોકહાર્ટ હોસ્પિટલની સામેથી સવારે નવકારશી બાદ ૦૮.૩૦ કલાકે પ્રારંભ થશે. મુમુક્ષુઓની મોક્ષમાર્ગની યાત્રાનાં પ્રથમ પગાર સમાન આ સંયમયાત્રામાં જોડાઈને અનેક ભાવિકો દીર્ક્ષાથીઓનો તા સંયમધર્મનો જય જયકાર કરીને અનુમોદનાના પુષ્પોથી દીર્ક્ષાથીઓને વધાવશે. દીર્ક્ષાથીઓ, વિશાળ સંખ્યામાં સંત-સતીજીઓ અને ભાવિકોથી શોભાયમાન આ શોભાયાત્રા રાજકોટનાં રાજમાર્ગોને સંયમભાવોથી ગુંજવીને ૦૯.૩૦ કલાકે ડુંગર દરબારમાં આજ્ઞા અર્પણ સમારોહમાં પરિવર્તિત થશે.
ડુંગર દરબારની ભૂમિ પર આ ચાતુર્માસ દરમિયાન રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નાં સાંનિધ્યે અનેકાનેક ધાર્મિક અનુષ્ઠાનો યાં છે,હજુ પણ ઈ રહ્યાં છે. પરંતુ આ દીક્ષા આજ્ઞા અર્પણ સમારોહમાં માતા પિતા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પોતાનાં સંતાનોને સતના, સંયમ માર્ગે જવાની સહર્ષ આજ્ઞા આપશે. પ્રવજ્યાનાં પેં પા-પા પગલી ભરવા આતુર દીર્ક્ષાીઓ સ્વયંના સંયમ ભાવોથી સર્વને પ્રેરણા આપશે અને આ અવસરે જેની આતુરતાથી પ્રતિક્ષા થઇ રહી છે તે રાષ્ટ્રસંત પૂ. દ્વારા દીક્ષાના મૂહુર્તની ઉદઘોષણા કરવામાં આવશે.
રાજકોટની જ બબ્બે દીકરીઓની દીક્ષાનો પ્રસંગ રાજકોટ નગરીને જ મળતા સમસ્ત સંઘોએ દીક્ષા પ્રસંગને ભવ્ય, રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. માત્ર રાષ્ટ્રસંત પૂ. દ્વારા દીક્ષા દિનનું શુભ મૂહુર્ત પ્રદાન વાની ઈંતેજારી પૂવેક રાહ જોઈ રહ્યાં છે.
નેત્રજ્યોતિપ્રદાતા, ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જયંતમુનિ મ.સા.ની જન્મ સ્મૃતિ અવસરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વિશેષમાં, શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. સ્મિતાબાઈ મહાસતીજીના જન્મદિન અવસરેભાવિકો અભિવંદના અર્પણ કરશે. ગુરુવારે દીર્ક્ષાથીઓની શોભાયાત્રા એવમ્ દીક્ષા આજ્ઞા અર્પણ અવસરે પધારવા સમસ્ત સંઘો દ્વારા અપીલ છે. ગૌતમ પ્રસાદના પાસ ડુંગર દરબારમાં પ્રવેશ સમયે પ્રાપ્ત થશે.