ખ્યાતનામ સાહિત્યવિદ રાજુ ભટ્ટ, ની‚બેન દવે અને સાથી કલાકારો પ્રેક્ષકોને તરબોળ કરશે: અનેક પદાધિકારીઓ આપશે હાજરી: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

આગામી તારીખ ૨૧ માર્ચ ૨૦૧૯ ગુરુવારના રોજ રાત્રે ૮ કલાકે સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા ધુળેટી પર્વની ઉજવણીના ભાગરૂપે ‘ગમતાનો કરીએ ગુલાલ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કર્ણપ્રિય ગીત-સંગીત સાથે ભારતીય નારી તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં અદભુત સંસ્કૃતિ સાહિત્ય અને સંસ્કાર પીરસતા લોકપ્રિય ગાયક અને સાહિત્યકાર રાજુભાઈ ભટ્ટ, નીરૂબેન દવે અને સાથી કલાકારો દ્વારા કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

આ નિ:શુલ્ક ભવ્ય કાર્યક્રમમાં સંગીત અને સંસ્કૃતિ પ્રેમી સમાજ સર્વે પરિવારજનોએ પધારવા ચારેય તડગોળની સંયુકત સંસ્થા ‘સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મણ સમાજ’ રાજકોટે અનુરોધ કર્યો છે. આ સમસ્ત કાર્યક્રમનાં આયોજનમાં સમસ્ત કારોબારી સભ્યો તથા કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનો દિપકભાઈ ભટ્ટ, મિતેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ જોષી, યશવંતભાઈ શુકલ, અજયભાઈ જોષી, મુકેશભાઈ જોષી, ગીરીશભાઈ જોષી અને દિનેશભાઈ દિક્ષીતે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.