આ ઘટના પહેલા માત્ર ભારતીય સ્ટેટ બેંક જ નેશનલાઇઝ બેંક હતી: દેશની 85 ટકા બેંક ડીપોઝીટ તેના નિયંત્રણમાં હતી
ભારતમાં દર વર્ષે આજે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ઉજવાય છે
આપણાં દેશમાં 1969માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીઅ એક અઘ્યાદેશ બહાર પાડીને દેશની 14 બેકોનું રાષ્ટ્રીય કરણ કરેલ હતું ભારતમાં દર વર્ષે આજનો 19 જુલાઇનો દિવસ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઉજવાય છે. આ ઘટના પહેલા દેશમાં ભારતીય સ્ટેટ બેંક એક જ નેશનલાઇઝ બેંક હતી અને તેના નિયંત્રણમાં દેશની 85 ટકા બેંક ડિપોઝીટ હતી.
14 બેંકોના આ રાષ્ટ્રીયકરણ કરવા પાછળનો ઉદ્દેશ કૃષિ, લધુઉઘોગ અને નિર્યાત જેવા ઓછા કર્જવાળા સેકટરોને ફંડ મળી રહે તેવી યોજના હતી. બેંકોના ચોખ્ખા કર્જના ઓછામાં ઓછા 40 ટકા પ્રાથમિકતાવાળા સેકટરોને આપવા નિયમ બનાવાયો હતો. આ નિર્ણય લીધા બાદ 1980 માઁ 6 વધુ બેંકોનું રાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યું હતું. દેશમાં અગાઉ 14 મોટી બેંકો ખાનગી માલીકીની હતા. એ વખતે એવી ચર્ચાએ જોર પકડયું હતું કે નાણાપ્રધાનને કાઢવા વડાપ્રધાને આ પગલું ભરેલહતું.
જો કે 14 બેંકોના રાષ્ટ્રીયકરણ બાદ નાણાપ્રધાન પદેથી મોરારજીભાઇ એ રાજીનામું આપ્યુઁ હતું અર્થશાસ્ત્રીઓએ જમાનામાં માનતા હતા કે આ રાષ્ટ્રીયકરણના લીધે દેશના અર્થતંત્રને જબ્બર લાભ થયો હતો. આજનો દિવસ બેંક રાષ્ટ્રીય કરણ દિવસ તરીકે ઉજવાય છે.