૧૧ મે ૨૦૨૩ થી ૧ જુલાઈ ૨૦૨૩ સેનાપતિ મંગળ મહારાજ કર્ક રાશિમાં ભ્રમણ કરશે જેની તમામ રાશિઓ પર નોંધપાત્ર અસર પડશે. મંગળ કાર્ય, ઉર્જા અને આક્રમકતાનો ગ્રહ છે, મંગળ શરીર છે. મંગળ જયારે નીચસ્થ બને છે ત્યારે શરીરની વધુ કાળજી લેવી પડે છે જ્યારે કર્ક રાશિ લાગણી, કુટુંબ,મન,વિચાર અને ઘરની નિશાની છે.
કર્ક રાશિમાં સેનાપતિ મંગળ યુદ્ધ ભૂલી લાગણી માં આવી જાય છે.અને માટે જ કર્ક રાશિમાં મંગળને નીચસ્થ ગણવામાં આવે છે કેમ કે તે તેની સ્વભાવગત ઉગ્રતા ભૂલીને લાગણીમય બને છે અને જાતક સબંધો વિષે વિચાર કરતો થાય છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ ૧૫ મેના રોજ શુક્રના ઘરની વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યની આ સ્થિતિમાં સરકાર માલ સ્ટોક પર વિશેષ નજર રાખશે અને ગોડાઉનમાં પડેલા માલ પર વિશેષ નજર જોવા મળશે અને ખાવાપીવાની વસ્તુઓ ફૂડ પર કંટ્રોલ વધશે અને દરોડા પડશે. આ સમયમાં અખાદ્ય સામગ્રી વિશેષ પકડાશે અને એને લગતી તપાસનો ધમધમાટ રહેશે. મંગળના નીચસ્થ થવાથી આતંકી ગતિવિધિ તેજ થતી જોવા મળે અને સેનાએ મોટા ઓપરેશન કરવા પડે અને થોડી મુશ્કેલીમાં થી પસાર થવું પડે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨