આસો વદ અમાસ ને મંગળવાર તારીખ ૨૫.૧૦.૨૨ ના દિવસે સૂર્યગ્રહણ થશે જે આખા ભારતમાં ગ્રહણ દેખાશે. સૂર્યગ્રહણ નો સમય ગુજરાત મંગળવારે સાંજે ૪.૩૬ થી ૬.૧૯ સુધીનો હશે. આ ગ્રહણ આંશિક છે અને દેશમાં અનેક જગ્યાએ જોવા પણ મળશે. ધાર્મિક દૃષ્ટિએ પણ આ ગ્રહણ ખાસ રહેશે.આ ગ્રહણ વર્ષનું છેલ્લું ગ્રહણ હશે.
સૂર્યગ્રહણ નો વેધ મંગળવારે સવારે ૪.૪૯ થી ગ્રહણ નો વેધ મંગળવારે સવાર ના ૪.૪૯ થી શરૂ થઈ જશે. જ્યારે બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિ માટે તથા ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રહણ નો વેધ બપોરે એક વાગ્યા થી શરૂ થશે.
- ગ્રહણ દરમિયાન શું કરવું
ગ્રહણ ના વેધ દરમિયાન તથા ગ્રહણ દરમિયાન પાણી પીવું નહીં ભોજન કરવું નહીં તથા સૂવું નહીં ગ્રહણ પૂરું થાય એટલે સ્નાન કરવું
જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશી મો ૯૯૨૫૬૧૧૯૭૭ ગ્રહણ દરમિયાન ઇષ્ટદેવ અથવા ગુરુ મંત્રના જાપ કરવા લાખ ગણુ ફળ આપે છે
ગ્રહણ દરમિયાન જપ તર્પણ હોમ માર્જન ઉત્તમ છે તથા શ્રાદ્ધ તર્પણ કરાવવું પણ ઉત્તમ ફળ આપનાર છે તથા દાન પણ ઉત્તમ ફળ આપનાર છે