આરએફઓ સહિત બે કર્મચારીના સસ્પેન્શનના વિરોધમાં જૂનાગઢમાં ચીફ ક્ધઝર્વટરની ઓફિસ બહાર ધરણા
સિંહોના સંવર્ધન અને રક્ષણમાં સૌથી મોટો ફાળો આપનાર ગીરના વન કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. ગેરકાયદે લાયન શો મામલે વનતંત્રના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કર્મચારીઓએ કામથી અળગા રહેવાનું નકકી કર્યું છે.
જૂનાગઢમા ચીફ ક્ધઝર્વેટરની ઓફીસ સામે ધરણા કરાયા છે. ચેક પોઈન્ટ ઉપર સ્ટાફ હાજર નથી રેસ્કયુ માટે પણ કામગીરી ઠપ્પ છે. તલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે આરએફઓ પી.ટી. કનેરીયા અને એચ.એમ. ભરવાડના સસ્પેન્શનના વિરોધમાં વન કર્મીઓએ હડતાલ કરવાનો નિર્ણય લીધો છે. અને સસ્પેન્શન પાછુ ખેંચવા માંગણી કરી છે.