રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી એ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીરના અનંતા ઉપકારોને યાદ કર્યાં
જે પાવન અને પુણ્ય ભુમિ ઉપર ચરમ અને પરમ તીર્થકર પરમાત્મા નિવાણેને પામ્યા હતાં. એ પાવાપુરીની ભોમકા ઉપર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મ.સા.એવમ વિશાળ સતિવૃંદના પાવન સાનિધ્યમાં પૂ.પરમ સ્વમિત્રાજી મ.સ.એવમ્ પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ની પ્રથમ વાર્ષિક દીક્ષા જયંતિ ધર્મોલ્લાસપૂવેક આત્મ ઉપાસના અને આરાધના મય બની ઉજવવામાં આવેલ.
આ અવસરે મુંબઈથી જીતેન્દ્રભાઈ ભાયાણી, પેટરબારના ટ્રસ્ટી દિલેશભાઈ ભાયાણી, કોલકત્તાથી કાકરીયા પરિવાર, માલાણી પરિવાર, રાજકોટથી સંજયભાઈ શેઠ, હેતલબેન શેઠ, જયોતિકાબેન શેઠ, ચિં.કિંજલ શેઠ, ચિં.શ્રેણિક વિરેનભાઈ શેઠ, લીનાબેન વિરેશભાઈ ગોડા, ડો.મીતાલીબેન તેજસભાઈ ચૌધરી, પુનમબેન ડેલીવાળા, ચિં.વિરતી ડેલીવાળા, મનોજ ડેલીવાળા વગેરે ઉપસ્થિત રહી સંયમ માગેની અનુમોદના કરેલ.
એડવોકેટ વિરેશભાઈ ગોડા તથા લીનાબેન ગોડા તરફથી પાવાપુરીની તમામ ધમેશાળાના કમેચારીઓને ગરમ ધાબળા વીતરણ કરી કમેચારીઓને શાતા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ.સમેત શિખરની તમામ ધમેશાળાના કમેચારીઓને ગુરુ ભક્ત તરફથી ગરમ ધાબળા અપેણ કરી પૂણ્ય ઉપાજેનનું સદ્દકાયે કરવામાં આવેલ. હેતલબેન સંજયભાઈ શેઠ તરફથી છ જ જસંચાલિત સ્કૂલના વિદ્યાર્થીઓ દશેનાર્થે આવેલ તે દરેક બાળકોને પેનની પ્રભાવના કરવામાં આવેલ.રાજકોટમાં પણ સાધના ભવન ખાતે શેઠ પરિવાર તરફથી તપ – જપનું અનેરુ આયોજન કરવામાં આવેલ. રાજકોટ લુક એન લર્નના દરેક દીદીઓને આકષેક ડાયરી હેતલબેન શેઠ તરફથી આપવામાં આવેલ ૯/૧૨ના રોજ.
બૌધ્ધ ધમે ગુરુ ડો. લામ ઉપસ્થિત રહેલ અને તેઓએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં જૈન દશેનની ફિલોસોફી બેજોડ છે. બોધ્ધ ધમે અને જૈન ધમેની અનેક સામ્યતા તેઓએ રજુ કરેલ.તેઓએ પરમ ગુરુદેવને બિહારમાં આવેલ ગયા બૌદ્ધ ધમે સ્થાનમાં પધારવા વિનંતી કરેલ.પાવાપુરીના ટ્રસ્ટીગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ સમક્ષ પાવાપુરી તીથેધામના વિકાસ સંદર્ભે ચચો – વિમશે કરેલ. ૯/૧૨/૧૯ના આખો દિવસ પાવાપુરીની પાવન ધરા ઉપરપરમ ગુરુદેવની શુભ નિશ્રામાં ધમેમય,ભક્તિ ભાવ સાથે સંયમ માગેની ભૂરી – ભૂરી અનુમોદના કરેલ.
પરમ ગુરુદેવ આદિ સંત – સતિજીઓ પાવાપુરીથી વિહાર કરી જે ભૂમિ ઉપર પ્રભુ મહાવીર સ્વામીએ ૧૪ ચૌદ કલ્પતા ચાતુર્માસનો મહા મૂલો લાભ આપેલ તે ધન્ય ધરા રાજગીર (રાજગૃહી) તરફ પધારવાના શુભ ભાવ રાખે છે.