અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
લીંબડી – અમદાવાદ હાઇવે પર બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાતા કારમાં સવાર દાદા, દાદી અને પૌત્રીની મરણ ચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. રાજકોટથી પરત ઘરે ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. એક જ સાથે પરિવારના ત્રણ સભ્યોના અપમૃત્યુથી અમદાવાદના મૂછડીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લીંબડી પાસે બંધ ટ્રકમાં કાર ઘુસી જતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વૃદ્ધ, એક વૃદ્ધા અને એક બાળકીનું મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના છાપરા ખાતે મહેનતપુરા આંબાવાડીમાં રહેતો પરિવારના સભ્યો કારમાં રાજકોટ આવ્યા હતા અને ત્યાંથી પરત અમદાવાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા.
સાંજે ચારેક વાગ્યા આસપાસ તેમની કાર લીંબડી અમદાવાદ હાઇવે પર હતી ત્યારે જ હાઇવે પર બંધ પડેલા એક ટ્રક પાછળ પુરપાટ ઝડપે ચાલતી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને કારમાં સવાર એક વૃદ્ધ અને બાળકીના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. આ તરફ પોલીસ દોડી આવી હતી અને એમ્બ્યુલન્સને પણ જાણ કરાઈ હતી. કારમાં સવાર એક વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચી હોય તેને તત્કાલ સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવારમાં તેમનું પણ મોત નીપજ્યું હતું. તપાસમાં ખુલ્યું છે કે, મૃતકો વચ્ચે દાદા, દાદી અને પૌત્રીનો સંબંધ છે.
પોલીસે મૃતદેહોને પીએમ અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.આ ઘટનામાં બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બધાભાઈ મૂછડીયા(ઉ.વ.60)હિરાબેન બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ મૂછડીયા, ક્રેયાંશી વિજયભાઈ મૂછડીયા(ઉ.વ.6)ના કરૂણ મોત નિપજયા હતાં.
પોલીસ મથકે લાવી રાજકોટ એલસીબી ટીમ મારફતે રાજકોટ ખસેડવામાં આવી હતી આ તકે પોલીસ તંત્રે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓ બાળકીને આશાપુરા ચોકડી છોડીને નાસી ગયા હતા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 5 દિવસ પહેલા જ અપહૃત બાળકી ના ઘર પાસે રહેવા આવેલ શખ્સ દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું હોવાની પોલીસને શંકા છે હાલ વધુ બનાવ અંગે માસુમ બાળકી જણાવી શકતી નથી વધુ તપાસ હાથ ધરાઇ છે