સ્વતંત્રતા પર્વ નિમિતે મહાદેવને ત્રીરંગા પુષ્પોની થીમ શણગાર કરાયો

પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન મંદિર સુરક્ષા અધિકારી એમ એમ પરમાર તથા ટેમ્પલ ઓફિસર   નિમેશ ભાઇ શાહ દ્વારા કરવામાં આવેલું હતું.

સોમનાથ મંદિર રાષ્ટ્રીય તીર્થ છે, આઝાદી ની ચળવળ સાથે જ આ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ થયેલ, આજે 76 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાત: તેમજ મધ્યાહ્ન શૃંગાર ત્રીરંગા પુષ્પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્વજવંદન  ટ્રસ્ટી જે ડી પરમારના હસ્તે યોજાયેલ, જેમાં સોમનાથ સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા.મંદિર પી.આઇ. હીંગળોદીયા એ પરેડ નું સંચાલન કરેલ હતું. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના, સરદાર  ને પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે સ્વત્રંતતા સંદેશ આપતા ટ્રસ્ટી જે ડી પરમાર  આઝાદીની ચળવળમાં સામેલ પ્રભાસ પાટણના સ્વાતંત્ર્ય સેનાનીઓને  ખાસ યાદ કરેલા, સાથે જ દેશ, પ્રદેશ, માતૃભૂમી ના સન્માન અને ગૌરવ અંગે ઉંડાણમાં સમજાવેલ હતું. ખાસ સોમનાથ ની ભૂમી માં જન્મ લેનાર લોકોને આ સ્થાનનું વિશેષ ગૌરવ હોય તેવું જણાવેલ હતું. સાથે જ સોરઠના સિંહ અને અખંડ ભારતની મહત્વતા સમજાવી હતી.  ધ્વજ વંદન માં ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ વેકરીયા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.