સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવક મહોત્સવનાં ત્રીજા દિવસે લઘુનાટક, મીમીક્રી, એકાંકી, હાલરડા ગાન, શાસ્ત્રીય વાઘસંગીત, સમુહ ગીત, દુહા-છંદ, મુખ અભિનય, પોસ્ટર મેકીંગ, રંગોળી, પ્લે મોડેલીંગ સહિતની ૧૨ સ્પર્ધાઓમાં કુલ ૭૫૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૪૯માં યુવક મહોત્સવ ઈન્દ્રધનુષ-૨૦૧૯માં આજે ત્રીજા દિવસે કુલ ૧૨ જેટલી સ્પર્ધાઓમાં આશરે ૭૫૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મુખ્ય રંગમંચ ખાતે એકાંકી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓએ એકાંકી રજુ કરી હતી. આ ઉપરાંત પ્લે મોડેલીંગમાં ૧૯, રંગોળીમાં ૫૩, પોસ્ટર મેકીંગમાં ૩૮, મુક અભિનયમાં ૧૬૧, દુહા-છંદમાં ૩૮, સમુહગીતમાં ૧૪૯, શાસ્ત્રીય વાદ્ય સંગીત (તાલ વાઘ)માં ૧૩, શાસ્ત્રીય વાદ્ય સંગીત (સ્વર વાદ્ય)માં ૧૧, હાલરડા ગાનમાં ૫૧, લઘુ નાટકમાં ૧૩૨, મીમીક્રીમાં ૧૯ અને એકાંકીમાં ૭૧ સહિત ૧૨ સ્પર્ધાઓમાં કુલ ૭૫૫ જેટલા વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લઈ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.