જે મુંગો હોય-બોલતો ન હોય, તે બોલતો થાય તેને વાચા મળે અને નવખ્યાન વલ્લભાખ્યાનની રચના થાય તે પ્રભુ કૃપાથી જ સંભવ છે : અ.સૌ. દિપશીખા વહુજી
રાજકોટ: સપ્તમપીઠ શ્રી મદનમોહનજી પુષ્ટિમાર્ગીય હવેલી ટ્રસ્ટ તથા વ્રજધામ ગ્રુપ આયોજીત શ્રી વલ્લભાખ્યાન કથા (સત્ર-રજૂ)ના પાંચ દિવસના આયોજનના ત્રીજા દિવસે સોમવારે અનેક મહાનુભાવો તથા હજારો શ્રોતાઓએ વકતા પૂ. પા. ગો.અ.સૌ. શ્રી દિપશીખા વહુજીના મધુર અને અસ્ખલિત કંઠે શ્રી વલ્લભાખ્યાનમાં શ્રોતાઓનું તરબતોળ કર્યા હતા. તેમણે વચનામૃત કરતા જણાવ્યું કે પુષ્ટિમાર્ગમાં ભકિતનો ખૂબજ મહિમા છે. ભગવત કૃપાથી સત્સંગમાં બેસીને શ્રવણ કરવાથી ઠાકોરજી પ્રત્યે પ્રેમ આશકિત અને ભકિતનું પોષણ મળે છે. વલ્લભાખ્યાન કથા પ્રમેયગ્રંથ છે. જેમ મધમાખીઓ બધા જ ફૂલ ઉપર બેસી રસ ચૂસે છે અને જે રસ લઈને મધપૂડામાં પૂરે છે અને સમય જતા એ મધપૂડાનું મીઠુ મધ આપણે સૌ ચાખી એનો આસ્વાદ માણીએ છીએ.
એજ રીતે વલ્લભાખ્યાન ‚પે મધપૂડામાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુંસાઈજીએ શ્રી ગોપાલદાસના હદયમાં બિરાજી રસ પૂર્યો છે. અને એ રસ વલ્લભાખ્યાન ‚પે આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વાણીયાવાડી પાસે જલજીત હોલ પાસેના આરએમસી ગ્રાઉન્ડ ખાતે તા.૨૭થી ૧.૫ સુધી ચાલનારા શ્રી વલ્લભાખ્યાન કથા રસપાનના આજે મંગળવારે ચોથશ દિવસે શ્રી અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૨માં પ્રાગટય ઉત્સવ ખૂબજ ભકિતભાવ પૂર્વક મનાવવામાં આવશે.
આસે સાંજે ૬ વાગ્યે શ્રી મદનમોહનજી હવેલી લક્ષ્મીવાડીએથી એક વિશાળ શોભાયાત્રા વરણાંગી મહાપ્રભુજીના ચિત્રજીને સુખપાલમાં પધરાવી વાજતે ગાજતે બગી કેશીયો પાર્ટી કિર્તનકારો, હજારો વૈષ્ણવો રાસ મંડળી તથા વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થઈ ૮૦ ફૂટ રોડ શેઠ હાઈસ્કુલ સામેનો બોલબાલા રોડ, ૫૦ ફૂટ રોડ થઈ જલજીત હોલ સામે આર.એમ.સી.ના હોલની બાજુના ગ્રાઉન્ડમાં આયોજીત વલ્લભાખ્યાન કથા મંડપમાં પહોચશે અને ત્યાં સભાના રૂપમાં શ્રી વધાઈ કિર્તન તેમજ ઉપસ્થિત વૈષ્ણવાચાર્યોના વચનામૃત થશે.
શ્રી મહાપ્રભુજીની માટે વૈષ્ણવ અગ્રણીઓ વિનુભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ પાટડીયા, દિલીપભાઈ સોમૈયા, જેરામભાઈ વાડોલીયા, જયંતિભાઈ નગદીયા, રમેશભાઈ ઠકકર, મિતલભાઈ ખેતાણી, ચંદુમામા, ગોવિંદભાઈ દાવડા, હિતેશભાઈ રાજપરા, જીતેશભાઈ રાણપરા, સુખલાલભાઈ માંડલીયા, સુભાષભાઈ શીંગાળા, હર્ષદભાઈ ફીચડીયા, પ્રવિણભાઈ પાટડીયા, નવિનભાજ્ઞઈ ચંદે, અતુલભાઈ વેડીયા, બાબુભાઈ ત્રિવેદી વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ગોવિંદભાઈ દાવડા તેમજ હિતેશભાઈ રાજપરા, સુખલાલભાઈ માંડલીયા, સુભાષભાઈ શીંગાળા, હર્ષદભાઈ ફીચડીયા, નવિનભાઈ ચંદેની એક યાદીમાં જણાવેલ હતુ.