અન્નકુંટ, ગણેશ સ્તૃતિ, સત્યનારાયણ કથા, વિવિધ સ્પર્ધાઓ, દુંદાળા દેવની ભકિતમાં લીન થતા ભકતો
ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે રાજકોટ વાસીઓ દુદાળા દેવની ભકિતમાં લીન થયા છે. શહેરમાં ઠેર ઠેર પંડાલમાં બિરાજમાન ગણેશજીની દશ દિવસ સુધી દરરોજ રાત્રે મહાઆરતી તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમજ જે ભકતોએ ઘરે સ્થાપન કર્યું હોય એવા અનેક ભકતો આજે ત્રીજા દિવસે ગણેશ વિસર્જન કરી ગણપતિ બાપાને વિદાય આપી અગલે બરસ તું જલદી આની અરજ કરશે.
મેરીગોલ્ડ રેડન્સી
શહેરના મેરીગોલ્ડ રેસીડન્સી, માધાપર ચોકડી ખાતે આડઠકકર પરિવાર દ્વારા ભરતભાઈ આડઠકકરના ઘરે છેલ્લા પંદર વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આવર્ષે પણ અને આયોજન કરવામાં આવ્યું છે.
તે અંતર્ગત માહિતી આપતા જયદીપ આડઠકકરએ જણાવ્યું હતુ કે આ ગણપતિ મહોત્સવની શોભાયાત્રા ધામધૂમથી તથા બેન્ડની સુરાવલીઓ અને રાસગરબાની રમજટ સાથે નીકળી જેનું સ્થાપન મેરીગોલ્ડ રેસીડન્સી ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં દરરોજ સાંજે ૮.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.જેમાં વિસ્તારના રહેવાસીઓના હસ્તે પૂજન અર્ચન કરી આરતી ઉતારવામાં આવે છે. ત્યારે દરરોજ રાત્રે વિવિધ ર્કાક્રમોનુ આયોજન કરવામં આવે છે.
આ ગણપતિ ઉત્સવને સફળ બનાવવા આડઠકકર પરિવારના ભરતભાઈ, જયદીપ આડઠકકર, વિપુલભાઈ, ધીરેનભાઈ, રાજનભાઈ, હિતેનભાઈ, કપીલભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
ભકિતનગર સર્કલ
ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ પ્રિન્સ ઓફ કૈલાશ ગણપતિજીનું મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન પૂર્વક પૂજન અર્ચન અને સંખનાદ સાથે ગઈકાલ ગણપતિ દાદાની ૫૧ દીવાથી ભકતજનો દ્વારા પરંપરા મહાઆરતી ઉતારવામાં આવી હતી.
ધર્મ રક્ષક પરિષદ દ્વારા ગણેશ મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે શહીદોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવા યે શામ શહીદો કે નામ કાર્યક્રમ આવતીકાલ તા.૧૬ને રવિવારે રાતે ૭ કલાકે રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયજીની પ્રથમ માસીક તિથિ નિમિતે યદ કરી અને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવશે.
ભકિતનગર સર્કલે ગણેશ મહોત્સવમાં કાર્યક્રમમાં પધારવા ધર્મરક્ષક પરિષદના ગૌતમ ગોસ્વામી અને વિજય ગોસ્વામી તેમજ પરિષદ દ્વારા અનુરોધ કરાયો છે.
મહોત્સવને સફળ બનાવવા પરિષદના ગૌતમ ગોસ્વામી વિજય ગોસ્વામી, રમેશ ગઢીયા, રાજુ ભાલોડી, લલીત પાલા, નયન પટેલ નીરવ ચૌહાણ, પ્રશાંત પાદરીયા, એવન ડોબરીયા, મૌલીક ગોસ્વામી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
ડીમ સીટી ગ્રુપ
ડ્રીમ સીટી ગ્રુપ દ્વારા અગિયાર દિવસ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. સવારે ૮.૩૦ રાત્રે ૯ કલાકે આરતી કરવામાં આવે છે. અને પ્રસાદ ધરવામાં આવે છે. ડ્રીમ સીટી ગણેશ મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેમાં સુંદરકાંડના પાઠ, વેશભૂષા, વકતૃત્વ સ્પર્ધા સત્યનારાયણની કથા તેમજ રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિ માટીની જ રાખવામાં આવી છે. અને તેનું વિસર્જન સોસાયટીમાં જ કરવામા આવશે.
બોલબાલા ટ્રસ્ટ દ્વારા કાલે અષ્ટ વિનાયક દર્શન યાત્રાનું આયોજન
બોલબાલા ટ્રસ્ટ ૯/૧૮ લક્ષ્મીવાડી દ્વારા ગણપતિ સ્થાપન દરમ્યાન સાતમી વખત અષ્ટવિનાયક દેવોના દર્શન માટે અષ્ટવિનાયક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા શહેરના રાજમાર્ગો પર ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે ગાજી ઉઠે અને ગણેશ મહિમાનો વ્યાપ થાય તેવા ઉંડા હેતુથી રાજકોટમાં વિવિધ સ્થાનો પર વિવિધ મંડળો દ્વારા સ્થાપિત કરેલા ગણપતિઓના દર્શન માટે અને આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તા.૧૬ને રવિવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે સંતો મહંતો સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે સર્વોદય સ્કુલ પી.ડી.એમ. પાસે, ગોંડલ રોડ ખાતેથી યાત્રા પ્રારંભ થશે. અષ્ટ વિનાયક યાત્રામાં ૨૧થી વધુ ગણેશ ઉત્સવ સ્થાપનોના ૫૦૦થી વધુ ભાવિકોના દર્શનયાત્રામાં જોડાશે. આ યાત્રામાં નાના નાના બાળકોથી માંડી વૃધ્ધો વિકલાંગો, વિધવા બહેનો, છેવાડાના વિસ્તારનાં વ્યકિતઓથી માંડી એન.આર.આઈ. પણ દર્શન પૂજનનો લાભ લેશે.
આ યાત્રામાં બેન્ડવાઝા, ધર્મરથ, ધર્મ ધ્વજ સહિતના સુશોભીત કરેલા ફલોટ સાથે ૩૧ વાહનો યાત્રામાં જોડાશે. શહેરની નામાંકિતસંસ્થાઓ દ્વારા આ યાત્રાનું સન્માન અને પિવાના પાણી ત્યાં વિશેષ પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
યાત્રામાં લાભ લેનાર ભકતજનોને સંસ્થા દ્વારા નાસ્તાના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાને સફળ બનાવવા વિવિધ રૂપ સમિતિની રચના કરવામાં આવી છે. યાત્રામાં ૧૦૮ કિલોનો મોદક લાડુ નિર્માણ કરી ફલોટ સ્વરૂપ રાજકોટ શહેરમાં ફેરવી ભાવિકજનોને ચૂરમાની પ્રસાદી વિતરણ કરવામાં આવશે.
યાત્રાને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સીનીયર સીટીઝન કમીટી મેમ્બરો સહિતના અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ યાત્રામાં જોડાવા ટ્રસ્ટના સંયોજક જયેશ ઉપાધ્યાય દ્વારા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે બોલબાલા સંકુલ મીલપરા મેઈ નરોડ ખાતે અથવા ફોન: ૦૨૮૧-૨૨૩૭૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
વાણીયાવાડી કા રાજા
વાણીયાવાડી ૩/૭માં વાણીયાવાડી કા રાજાનું વાજતે ગાજતે આગમન કરાયું છે. છેલ્લા ૪ વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં વાડીયાવાડીના રહેવાસીઓ સૌ સાથે મળીને ગજાનંદ ગણપતિ દાદા રોજ ફૂલ હાર સાથે આરતી અને રોજ નાના ભલકાઓથી માંડીને વડીલો રમત ગમત અને સતસંગનો આનંદ માણે છે.
રોજ સવારે અને સાંજે ૭.૪૫ મહાઆરતી કરવામાં આવે છે. તેમજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
પેડક કા રાજા
પેડક યુવા ગ્રુપ, પેડક પરિવાર દ્વારા ખાદી ગ્રામોદ્યોગ મંદિર પેડક અંદર પેડક રોડ ખાતે સાર્વજનીક ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ મહોત્સવ દરમ્યાન દરરોજ રાત્રે ૯ કલાકે મહાઆરતી ઉતારવામાં આવે છે. તે ઉપરાંત દરરોજ રાત્રે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે મનોજભાઈ ઓઝા, સંજયભાઈ સીંગલ, હાર્દિકભાઈ પનરા, સમીરભાઈ વાઘેલા, તુષારભાઈ વોરા, જીજ્ઞેશભાઈ પનારા, પી.આર. મકવાણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
પ્રોજેકટ લાઈફ
રેસકોષૅ રીંગરોડ પર આવેલા પ્રોજેકટ લાઈફના મુખ્ય કાર્યાલયના પ્રાંગણમાં સ્થિત છે.તેના દર્શન કરતા કોઈ આધ્યાત્મિક શકિતથી અભિભૂત થયા વિના રહેતા નથી. પ્રોજેકટ લાઈફ બિન સરકારી સેવા સંસ્થા છે અને તે છેલ્લા ૪૦ વર્ષથી સેવા રત છે. જમણી બાજુ સુંઢ ધરાવતી અલૌકિક ગણેશજીની પ્રતિમા છે.