આધુનિક ફૂડ સેફ્ટી ઓન વ્હીકલને ફ્લેગ આપી શુભારંભ કરાવતા મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ રામભાઇ મોકરીયા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી
અબતક, રાજકોટ
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી ગુજરાત સરકારે રાજકોટ મહાનગરપાલિકાને 35 લાખના ખર્ચે આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન) ફાળવવામા આવેલ છે. જેનું આજે મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર નિતીનભાઈ રામાણી વગેરેના વરદ હસ્તે ફ્લેગ આપી શુભારંભ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગના આ સ્પે.વાહનની મદદથી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની સ્થળ પર જ ચકાસણી કરી અખાદ્ય ફૂડ માલુમ પડશે તો તેનો નાશ કરી શકાશે અને આવા અખાદ્ય પદાર્થોનું સેમ્પલ લઈ સરકાર માન્ય લેબોરેટરીમા ચકાસણી માટે આપવામાં આવશે.
આ અવસરે વાનના કેમિસ્ટ દ્વારા દૂધ, ઘી અને મસાલાનું સ્પોટ ટેસ્ટિંગનું નિદર્શન કરેલ હતુ.
ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ (વાન) સાથે સ્ટાફમા લેબોરેટરી કેમીસ્ટ, પટ્ટાવાળા તથા ડ્રાઇવરની ફાળવણી સરકારના ખર્ચે કરવામા આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ જીલ્લા વિસ્તારને આવરી લેવામા આવશે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટીની ગાઇડલાઇન મુજબ ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ દ્વારા વિસ્તારમાં સર્વેલન્સ સેમ્પલીંગ, ટ્રેનીંગ, અવેર્નેશ અને IEC એકટીવીટી કરવામા આવશે.
સ્થળ પર ખાદ્ય પદાર્થોમા કરવામા આવેલ ભેળસેળ અંગે ક્ધફોર્મેટીવ ટેસ્ટ દ્વારા માહિતી મેળવી શકાય છે.
FSWમાં અત્યાધુનિક ઇન્સ્ટુમેન્ટ જેમકે દૂધ, ઘીની ચકાસણી માટે મિલ્કોસ્કેન મશીન ફાળવવામા આવેલ છે. જેના દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પરિક્ષણ થાય છે.
દાઝેલા તેલમા રહેલા પોલર કમ્પાઉન્ડ ચકાસણી માટે TPC મશીન આપેલ છે. જેના દ્વારા ખાદ્ય સામગ્રી બનાવવા તેલ વાપરવા યોગ્ય છે કે કેમ તે જાણી શકાય છે.
દૂધ, ઘી, ખાદ્યતેલની ચકાસણી માટે સ્પેક્ટો મીટર ફાળવવામા આવેલ છે.
FSWની સાથે મેજીક બોક્સ પણ આપવામા આવેલ છે. મેજીક બોક્સ દ્વારા જુદી જુદી ખાદ્ય સામગ્રીના કુલ 102 ટેસ્ટીંગ સ્થળ પર કરી શકાય છે.
મેજીક બોક્સમા ખાદ્યચીજનું પરિક્ષણ કરવા માટે FSSAI દ્વારા તૈયાર કરેલા સોલ્યુશન આપવામા આવેલ છે.
TPC મીટર આપવામા આવેલ છે.
મેજીક બોક્સ દ્વારા દૂધમાં યુરીયા, સ્ટાર્ચ, ડીટર્જન્ટની ભેળસેળ તાત્કાલીક સ્થળ પર જ પારખી શકાય છે.