૧૪૫ વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર આપી સન્માનિત કરાયા
સોમનાથ ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે સંસ્કૃત ભવનમાં વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા આયોજીત ૮મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો જેમાં શબ્દોથી સ્વાગત સમિતિના સભ્ય રમેશભાઈ કેશવાલાએ કરેલ હતું. ૧૪૫ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ, નવી નોકરી મેળવેલ વગેરેનું શિલ્ડ, સન્માનપત્ર, ડીકસનરી વગેરે ભેટ આપી સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવેલ હતું.તેમજ હાજર રહેલ મોટી સંખ્યામાં લોકો તથા મહાનુભાવોએ આર્શીવચન આપેલ હતા. આવનારા સમયમાં ટેકનોલોજીનાં જમાનામાં સમાજને ટકાવી રાખવા માટે એક નવા સમાજના નિર્માણ માટે શિક્ષણ એ એક જડીબુટીનું કામ કરે છે. તમામ ખામીઓ દુર કરવા શિક્ષણ એક માત્ર વિકલ્પ છે. આધુનિક સમયમાં ટકવા કે આગળ વધવા માટે માત્ર ભણતર જ નહીં પરંતુ ઉંચી ટકાવારી સાથે કલોટીવાળુ દરેક ક્ષેત્રમાં મેળવવું ખુબ જ જરૂરી છે. દરેક સમાજનો વિકાસ એજયુકેશનના પ્રમાણમાં જ થતો હોય છે. દરેક વ્યકિત શિક્ષણ હોવા જરૂરી છે.આ તકે વેરાવળના પટેલ કાળુભાઈ ચારીયા, નારણભાઈ વાયલુ, ધર્મેન્દ્રભાઈ મેર પાટણના પટેલ પ્રવિણભાઈ ચુડાસમા, ભાડીયાના પટેલ મેઘજીભાઈ, કેશોદના પ્રમુખ ગરેજા, જુનાગઢના પ્રમુખ ભરત બાલસ, માળીયાના અરજણ ચારીયા, ભરત ચારીયા, તાલાલાના પ્રમુખ નિલેષ ચારીયા, જી.પં.વિરોધ પક્ષના નેતા નારણ મેર, તા.પં.દેવાયતભાઈ, ચેરમેન મા‚ સોલંકી, પ્રાંચીથી વજુ વાજા, પાટણ સુર્યવંશી ગ્રુપના જેન્તીભાઈ વાજા, રાકેશ ચુડાસમા, કિશન જેઠવા, પાંચાવાળા,સુરેશ ગઢીયા, રામ સોલંકી, ગોવિંદ મેર, કાનજી મેર, પ્રતિક ભુવા, સોલંકી, જોરા સર, ભારતીબેન પરમાર, રાજુબેન સોલંકી સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. આ તકે ગુજરાતનાં પ્રખ્યાત રાસ, ચોરવાડનો ટીપ્પણી રાસ ખાસ રજુ કરવામાં આવેલ તથા લાડલી થીમ પર ખાસ ઈવેન્ટ રજુ કરવામાં આવેલ તથા ચા-પાણી, નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.