ભક્તિ સંગીતો દ્વારા મણિયાર દેરાસરમાં પ્રભુનો થયો ‘જય જયકાર’: અંકુર ચાહના જૈન સ્તવનમાં ભાવકો થયા લીન
પર્યુષણના મહાપર્વ નિમિત્તે મણિયાર દેરાસર માંડવી ચોક ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનું પ્રસારણ અબ તકના માધ્યમથી લાઈવ કરવામાં આવ્યું હતું. સંગીત સંધ્યા માં અંકુરભાઈ શાહ દ્વારા પ્રભુના વિવિધ ભક્તિમય રસોનું ગાયન કરવામાં આવ્યું હતું.
અંકુરભાઈ શાહ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમમાં વિવિધ શ્રાવકોના તેમજ મહારાજ સાહેબોના દ્રષ્ટાંતો આપીને તમામ સરાવકોને ભક્તિમય બનાવ્યા હતા. દેરાસરમાં તમામ સંઘના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સંગીત સંધ્યામાં પ્રભુના અનેક ગુણ ગાનો ગવાયા હતા ચિંતામણી પ્રભુ,મહાવીર સ્વામી વગેરે પ્રભુના જુદા જુદા દ્રષ્ટાંતો પણ અંકુરભાઈ શાહ દ્વારા અપાયા હતા.
ઇન્ટરનેશનલ ભક્તિ કાર દ્વારા મણિયાર દેરાસર ભક્તિભાવથી ઝળહળી ઉઠ્યું હતું. પ્રભુના નાદ સાથે ચિંતામણી પ્રભુ તથા મહાવીર સ્વામીના જય જય કાર સાથે તમામ સંઘના લોકો જૂમી ઉઠ્યા હતા. પર્યુષણના છઠ્ઠા દિવસે તમામ સંઘના લોકો શુદ્ધિકરણ માટે તપ, ત્યાગ અને શુદ્ધિકરણ માટે શ્રાવી કો ભાવુક થયા હતા અને પ્રેરણાદાઈ બન્યા હતા આમ અંકુરભાઈ શાહ દ્વારા કાર્યક્રમ અંતર્ગત જૈન ના તમામ સંઘ ના લોકો દ્વારા તપ ત્યાગ અને શુદ્ધિકરણ અંગે માર્ગદર્શિકા મેળવી હતી.
દેરાસરમાં તમામ સંઘના લોકો અંકુર શાહના પ્રભુ સાથેના સંગીત સાથે એક લીન થયા હતા તેમજ તમામ લોકોએ ચિંતામણી પ્રભુ તેમજ મહાવીર ભગવાનના ગુણગાન ગાયને તેમના દ્રષ્ટાંતો જીવનમાં ઉતરે તેમજ કાર્યકાળ સમય દરમિયાન જીવનને પામી જાય તે રીતે સંગીત સંધ્યા કરવામાં આવી હતી અને ભવ્ય ઉછામણીઓ પણ કરવામાં આવી હતી. જેમાં અંકુર શાહે શબ્દોના અલંકારો સાથે તમામ લોકોને પ્રભુ સાથે હતો બંધન કરાવ્યું હતું.
અબતક મીડિયાના માધ્યમથી ટીવી ચેનલ, યુ ટ્યુબ ચેનલ તેમજ ફેસબૂક ચેનલ થકી અનેક લોકોએ સંગીત સંધ્યાનો લાઈવ પ્રોગ્રામ નિહાળીઓ હતો.