ૐ ત્રયમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય માડમૃતાત્
શિવાલયોમાં ૐ નમ: શિવાયના ઉચ્ચાર સાથે ભગવાન બિલ્વંપત્ર,દૂધ, દહી,મધથી અભિષેક કરી ભાવભક્તો કૃતાર્થ થયા:સોમનાથમા શીશ ઝૂકાવતા માયાબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ભગવાન ભોળાનાથનાં દિવ્ય દર્શન કરી શિવભકતો ધન્યતા અનુભવશે. વિવિધ શિવાલયોમાં આજે શિવભકતો ભગવાન ભોળેનાથની વિવિધ સામગ્રીઓ દ્વારા પૂજન-અર્ચન-અભિષેક કરશે. ભોલેનાથનાં દિવ્ય દર્શનથી શોભતા પ્રભાસપાટણ તિર્થક્ષેત્રમાં મેઘાવી માહોલમાં શ્રાવણ માસનાં પવિત્ર દિવસોની સાથે શિવભકિતની ગંગા વહી રહી છે. આજે બીજા સોમવારે અહીં પાંચ હજારથી વધુ શિવભકતો સોમનાથ દાદાનાં દર્શને પગપાળા આવી પહોંચશે.
ભગવાન શિવજી અવિનાશી નિત્ય અને ચિન્મય છે તેમજ તેમની અનંત લીલાઓ મંગલમય કલ્યાણમયી છે. શિવ એટલે કલ્યાણ સાક્ષાત કલ્યાણમય મૂર્તિ એટલે શિવ શિવજીનો કોઈ સાથે વિગ્રહ નથી. તેઓ હંમેશા ચિન્મય ભાવગમ્ય છે. તેથી જ ખાસ કરીને શ્રાવણ માસમાં શિવજીનાં લિંગનું પુજન અર્ચન કરવામાં આવે છે. સોમવારે ભગવાન શિવની પુજા કરવાની પરંપરા ખુબ જ જુની છે. પૌરાણિક કાળથી જ લોકો આ દિવસે શિવની પુજા કરતા આવ્યા છે. કહેવાય છે કે ચંદ્ર આજનાં દિવસે જ ભગવાન શિવની પુજા કરતા હતા જેનાથી તેમને નિરોગી કરાયા મળી. એટલા માટે જ સોમવારે ભગવાન ભોલેનાથની પુજા કરવામાં આવે છે.
શિવજીનું ચરિતતો અનેક વિરોધાભાસોથી ભરેલું અકળ અગમ્ય રહ્યું છે. વૈકુંઠવાસી વિષ્ણુ વૈભવ વિના ન રહી શકે. ઈન્દ્રદેવને તો સ્વર્ગનાં રાજભોગ જોઈએ પણ શિવજીનો ત્યાગ મૂર્તિ સ્મશાનમાં પણ ધુણી ધખાવી છે. વિશ્ર્વનાથનો વિરાટ વૈભવ શ્રાવણી સૌંદર્યરૂપે પ્રગટે છે. પવિત્ર શ્રાવણમાં શિવાજી તો કુદરતનાં ખોળે વિહાર કરે છે. શ્રાવણનાં સોમવારે મહામૃત્યુંજયનાં જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ભગવાન ભોળીયાનાથને દુધ, દહીં, મધ, બિલ્વપત્રથી અભિષેક કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને મન શાંત થઈ જાય છે.
આજનાં શ્રાવણનાં બીજા સોમવારે જયારે ભકતોને વરસાદરૂપી ભેટ આપી ભોલેનાથ ભકતોનાં સંકટ હર્યા છે. આજનાં દિવસે શિવાલયોમાં ભોળેનાથનું ષોડષોપચારથી પૂજન-અર્ચન કરવામાં આવશે. શિવભકતો ભગવાન ભોલેનાથનું પુજન કરી ધન્યતા અનુભવશે. શિવાલયો હર..હર..મહાદેવ અને ઓમ નમ: સિવાયનાં નાદથી ગુંજી ઉઠયા છે.
શ્રાવણ માસમાં શિવઅભિષેકનું વિશેષ મહત્વ છે. આ સાથે જ ગંગાજળનાં અભિષેકથી શિવકૃપા થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અભિષેકની સાથે સાથે શિવાલયોમાં ભોળેનાથનાં દર્શન માત્રથી પણ ધન્યતા અનુભવાય છે. પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસનાં બીજા સોમવારે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પરિવાર સાથે સોમનાથ મહાદેવની પ્રાંત:આરતી, દર્શન, ઘ્વજાપુજા કરી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર દ્વારા નાયબ મુખ્યમંત્રીને શાલ ઓઢાડી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું.
સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યા હતા. સોમનાથ એ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે, તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પૂન:પ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાન માં જોડાયેલી છે. જેથી અહિં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરના આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શૃંગાર ભગવાન સોમનાથ ને કરવામાં આવ્યા હતા.