પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઉમટયા
પવિત્ર પાવનકારી શ્રાવણ માસના બીજા સોમવારે આજે શિવાલયોમાં શિવભકિતનો રંગ ઘુંટાયો હતો. પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી શિવભકતો ઉમટી પડયા હતા. વહેલી સવારે સોમનાથ દાદાના દ્વારા ભકતો માટે ખોલી દેવામાં આવ્યા હતા. મોડી રાત સુધી મંદિર સળંદ ખુલ્લુ રાખવામાં આવશે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિઘ્યમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે સવારે જડેશ્વરના બે દિવસીય મેળાને ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. શિવભકિતમાં ભાવિકો લીન બની ગયા હતા.
જડેશ્વરમાં લોકમેળો શિવાલયો ‘મહાદેવ હર’ના નાદ સાથે ગુંજી ઉઠયા
શિવલયોમાં સવારથી ભકતોની લાંબી કતારો લાગી જવા પામી હતી. લધુરૂદ્રી, અભિષેક, દિપમાળા, વિવિધ દર્શનથી માહોલ ભકિતમય બની ગયો હતો. સોમનાથ અને જડેશ્વર ઉપરા દ્વારકાના નાગેશ્વર, જરિયા મહાદેવ ઘેલા સોમનાથ, ભૂતનાથ, પ્રગટેશ્વર સહિતના શિવમંદિરો ખાતે ભાવિકો ઉમટી પડયા હતા. શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર વિવિધ પીતાંબર,વિવિધ પુષ્પો, તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. જેનાં દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો…