દિપશીખા વહુજીના પ્રવકતા પદે ચાલી રહેલા સત્સંગ સત્રના બીજા દિવસના રાત્રિ કાર્યક્રમમાં સુરદાસજ જીવન ચરીત્રામૃત નાટીકા યોજાઇ
વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૩૯ માં પ્રાગટય ઉત્સવના ઉપલક્ષ્યમાં સપ્તમપીઠ લક્ષ્મીવાડી હવેલી અને વ્રજધામ ગ્રુપ દ્વારા જીલ્લા ગાર્ડન પાસેના જુના જીનીંગ કમ્પાઉન્ડમાં યમુના ગુણગાન કથાનું ૨૩મી સુધી આયોજન કરવામાં આવ્યું છે. આજ સુધી બેટીજીના સત્સંગ સત્રો યોજાયા છે. પરંતુ વહુજીનું સત્સંગ સત્ર સૌ પ્રથમ વખત આયોજીત થયું છે. દિપશીખા વહુજીના પ્રવકતા પદે ચાલી રહેલા યમુના ગુણગાન કથાના બીજા દિવસે વૈષ્ણવજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વ્રજધામ ગ્રુપ સમિતિના સભ્ય ગોવિંદભાઇ દાવડાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, સપ્તમપીઠ મદનમોહન પ્રભુજી હવેલના ટ્રસ્ટ દ્વારા અને વ્રજધામગ્રપ સંચાલીત યમુના ગુણગાન કથામાં આજનો આ બીજો દિવસ છે. રાજકોટની વૈષ્ણવ સુષ્ટિના આ કાર્યક્રમ નિહાળી રહી છે. વૈષ્ણવોમાં એટલો આનંદ પ્રસરે છે કે પુષ્ટીમાર્ગના ઇતિહાસમાં આટલું સુંદર આયોજન આ પહેલા કેમ ન કરાયું તેવો ઘણા ફોન મને આવ્યા છે. આવું સુંદર વચનામૃત સાંભળીને રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિ ભાવવિભોર થઇ છે.
આ ઉપરાંત ગઇકાલે રાત્રે કાર્યક્રમમાં ભાવવાહિક નાટીકા સુરદાસજી જીવન ચરીત્રામૃત યોજાઇ હતી જેને ઉપસ્થિત લોકોએ ભાવપૂર્વક માણી હતી.
બીજા દિવસે રાત્રી કાર્યક્રમમાં વાગ્મી થીયેટર અને હિતેશ સીનરોજા અને દિગદર્શીત ‘અષ્ટછાપ કિર્તનકાર શ્રી સુરદાસજી’ નાટીકાનું મંચન થયું હતું. જન્મથી અંધ સુરદાસજી કઇ રીતે શ્રી વલ્લભને શરણે આવી ભક્ત કવી સુરદાસ બન્યાની દિવ્ય કથા અને એમને થયેલા પ્રભુ સાક્ષાત્કારના દ્રષ્યોની દિવ્યાથી દર્શકો ભાવવિભોર થયા હતા. સુરદાસનું પાત્ર ભજવતા સિદ્ધ હસ્ત કલાકારે એમના પ્રભુ સ્વ‚પમાં લીન થતા નિર્વાણના દ્રષ્ટને એટલી કરુણતા અને સજ્જતાથી ભજવ્યું હતું કે, મંડપમાં બિરાજીત આચાર્ય સ્વ‚પો અને વૈષ્ણવ દર્શકગણની આંખોમાંથી ચોધાર અશ્રુધારાઓ વહી હતી. દિવ્ય ચરિત્રનું સ્મરણ ચર્ચાઓ કરતા મોડી રાત્રે સૌ ભારે હૈયે વિખેરાયા હતા. આજે કથાના ત્રીજા દિવસે સ્થાનિક આચાર્યો અને રાત્રે સામાજીક નાટીકા ‘એક આદર્શ પરિવાર’નું મંચન થશે.
વ્રજધામ ગ્રુપના ગોવિંદભાઇ દાવડા, હીતેશભાઇ રાજપરા તેમજ માધવ ફીચડીયાની આગેવાનીમાં કમિટીના સભ્ય સર્વ સુખલાલભાઇ માંડલીયા, પ્રવિણભાઇ પાટડીયા, હીરેનભાઇ સુચક, ભરતભાઇ મદાણી, બાબુભાઇ ત્રિવેદી, કેતનભાઇ પારેખ, હર્ષદભાઇ ફીચડીયા, મહેશભાઇ વાગડીયા, હરેશભાઇ રાજપરા, ભાવેશભાઇ પાટડીયા, કેતનભાઇ ચોલેરા, અશ્ર્વીનભાઇ લાલોરીયા, મનહરભાઇ ધીણોજા, કીશોરભાઇ પંચમતીયા, નરેશભાઇ વાગડીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.