જિલ્લામાંના દરેક મતદાન મથકોએ ચલાવાઈ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ : 19, 687 ફોર્મ મળ્યા

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં યુવાનોને મતદાર બનાવવા કલેકટર તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે. જે અંતર્ગત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની ખાસ ઝુંબેશના બીજા દિવસે ગઈકાલે વધુ 10,993 યુવાનોએ મતદાર બનવા માટે ફોર્મ ભર્યા છે. જિલ્લામાં ગઇકાલના દિવસે સુધારા- વધારા સહિતના કામો માટે કુલ 19687 ફોર્મ ભરાયા હતા.

ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.14, 21 27 અને 28ના રોજ નજીકના મતદાન મથકો ઉપર નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા યુવાનો  મતદાર યાદી નામ નોંધાવી શકે છે.

IMG 20211122 WA0024નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકે છે. વધુમાં મહિનાના ચાર દિવસે દરેક મતદાન મથકે આ કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગઈકાલના રોજ જિલ્લામાં 10993 યુવાનોએ મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભર્યું છે. જેમાં નામ ઉમેરવા માટે રાજકોટ પૂર્વમાં 1294, રાજકોટ પશ્ચિમમાં 1513, રાજકોટ દક્ષિણમાં 1289, રાજકોટ ગ્રામ્યમાં 2827, જસદણમાં 1156, ગોંડલમાં 829, જેતપુરમાં 1155 અને ધોરાજીમાં 930 ફોર્મ નં.6 ભરાયા છે.

આ ઉપરાંત નામ કમી કરવા માટે 3889 ફોર્મ નં. 7 ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 442, રાજકોટ પશ્ચિમમાં 581, રાજકોટ દક્ષિણમાં 642, રાજકોટ ગ્રામ્યમાં 689, જસદણમાં 260, ગોંડલમાં 369, જેતપુરમાં 467 અને ધોરાજીમાં 439 ફોર્મ ભરાયા છે. જ્યારે વિગતો સુધારવા માટે 3067 જેટલા ફોર્મ નં. 8 ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 297, રાજકોટ પશ્ચિમમાં 418, રાજકોટ દક્ષિણમાં 370, રાજકોટ ગ્રામ્યમાં 699, જસદણમાં 200, ગોંડલમાં 119, જેતપુરમાં 475 અને ધોરાજીમાં 489 ફોર્મ ભરાયા છે.

આવી જ રીતે જિલ્લામાં સ્થળાંતર માટે 1738જેટલા ફોર્મ નં. 8 (ક)ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 237, રાજકોટ પશ્ચિમમાં 493, રાજકોટ દક્ષિણમાં 189, રાજકોટ ગ્રામ્યમાં 416, જસદણમાં 48, ગોંડલમાં 154, જેતપુરમાં 108 અને ધોરાજીમાં 93 ફોર્મ  ભરાયા છે. આમ જિલ્લામાં બધા થઈને રાજકોટ પૂર્વમાં 2270, રાજકોટ પશ્ચિમમાં 3005, રાજકોટ દક્ષિણમાં 2490, રાજકોટ ગ્રામ્યમાં 4631, જસદણમાં 1664, ગોંડલમાં 1471, જેતપુરમાં 2205 અને ધોરાજીમાં 1951 મળી કુલ 19687 ફોર્મ ભરાયા છે.

અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં નામ ઉમેરવા માટે 22,018 યુવાનોએ અરજી કરી છે. જેમાં રાજકોટ પૂર્વમાં 2342, રાજકોટ પશ્ચિમમાં 2831, રાજકોટ દક્ષિણમાં 2106, રાજકોટ ગ્રામ્યમાં 5407, જસદણમાં 2521, ગોંડલમાં 2059, જેતપુરમાં 2695 અને ધોરાજીમાં 2057 ફોર્મ નં. 6 ભરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.