મેળામાં પરંપરાગત પરિધાન પહેરેલા માલધારીઓ અને શણગાર સજેલા બળદગાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળામાં ગણેશચતુર્થીના પવિત્ર દિને સવારના ૧૦-૨૫ કલાકે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાળિયાદની વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુના પુત્રી ગાયત્રીબાના હસ્તે ધ્વજાજીનું પૂજન- અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગાયત્રીબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી  આશિવર્ચન પાઠવ્યા હતાં.

on-the-second-day-of-the-lok-mela-of-tarnetar-the-flames-flashed-at-the-trinitreshwar-temple
on-the-second-day-of-the-lok-mela-of-tarnetar-the-flames-flashed-at-the-trinitreshwar-temple

ધ્વજારોહણના પ્રસંગે અગ્રણી શ્રી રામકુભાઇ ખાચરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે પાંચાળની પવિત્ર ભૂમિ ઉપર આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાએ પ્રાચીન લોકસંસ્કૃતિને જીવંત રાખી છે. તેમણે મેળામાં પરંપરાગત ડ્રેસ, પાવા, બળદ ગાડા, શરણાઇ, રાસમંડળીઓ વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લઇ મેળાની શાન જાળવી રાખે તેવો અનુરોધ પણ કર્યો હતો.

on-the-second-day-of-the-lok-mela-of-tarnetar-the-flames-flashed-at-the-trinitreshwar-temple
on-the-second-day-of-the-lok-mela-of-tarnetar-the-flames-flashed-at-the-trinitreshwar-temple

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, નગરપાલિકાના પ્રમુખશ્રી વિજયભાઇ ભગત, પ્રવાસન નિગમના ઇવેન્ટ મેનેજરશ્રી તુષારભાઇ, અગ્રણી સર્વશ્રી ભયલુભાઇ, મેરૂભાઇ ખાચર, સન્નીભાઇ ઝાલા, પ્રદિપભાઇ ખાચર, ભુપતભાઇ ખાચર, પ્રતાપભાઇ કમાભાઇ, સરપંચ શ્રીમતી વનિતાબેન ખમાણી, હામાભાઇ બલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.