Table of Contents

‘અચ્છે દિન’ આ ગયે…

લોક સભામાં મોદી-મોદીના નારા લાગ્યા:દેશ ભરમાં બજેટને આવકાર

દેશના ઈતિહાસમાં  આવક મુક્તિ મર્યાદામાં સૌથી મોટી અને ઐતિહાસિક છૂટછાટ

રોકાણકારો માટે મુક્તિ મર્યાદા રૂ. ૬.૫૦ લાખ રહેશે

સ્ટાન્ડર્ડ ડીડકન રૂ.૪૦ હજારથી  વધારી રૂ ૫૦હાજર કરાયું

બેંક અને પોસ્ટ ઓફિસસોમા એફટી પર ૪૦ હાજર  સુધીના વ્યાજ પર હવે TDS નહી કપાય

ઓફીસ અને મકાન ભાડે આપનાર ને ૨ વર્ષ સુધી ઇન્કમટેસ ભરવો નહિ પડે

બીજી મકાન ખરીદ નારને આવક વેરામાંથી મુક્તિ

ઘર પરના જીએસટીના દરમાં પણ ઘટાડો કરવાની વિચારણા

આવક મર્યાદા વધતા૩ કરોડ લોકો ટેક્સના દાયરામાંથી બહાર

 કરદાતાઓને વાર્ષિક રૂ ૧૩ હાજરનો ચોખ્ખો  ફાયદો

આઝાદીના ૭૦ વર્ષ બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા ઈન્કમટેકસમાં ઐતિહાસિક છુટછાટ આપવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકારે આવક મુક્તિ મર્યાદા બમણી કરી દીધી છે. લોકસભાની ચૂંટણી વર્ષમાં મોદી સરકાર મધ્યમ વર્ગ પર વરસી ગઈ છે. આવક મુક્તિ મર્યાદા બમણી કરાતા દેશભરમાં બજેટને જોરદાર આવકાર્ય મળ્યો હતો.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે બજેટ રજૂ કરતી વેળાએ ઈન્કમટેકસના સ્લેબમાં જબરો ફેરફાર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાની સાથે જ લોકસભામાં નારા લાગ્યા હતા. ચૂંટણીના બે માસ પૂર્વે દેશના મધ્યમ વર્ગોને પોતાની તરફ આકર્ષવા માટે મોદી સરકારનો સવર્ણોને અનામત આપ્યા બાદ આ બીજો માસ્ટર સ્ટ્રોક હોવાનું મનાઈ રહ્યું છે.

નાણામંત્રી અરૂણ જેટલી બીમાર હોવાના કારણે હાલ તેઓ અમેરિકામાં સારવાર લઈ રહ્યાં છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મોદી સરકારનું અંતિમ વચ્ચગાળાનું બજેટ આજે લોકસભામાં રજૂ કર્યું હતું. બજેટમાં ખેડૂતો, કામદારો, મજૂરો, પશુપાલકો, ગૃહિણીઓ અને મધ્યમવર્ગ માટે કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

દેશના ઈતિહાસમાં આજે પ્રથમવાર ઈન્કમટેકસમાં ઐતિહાસિક છુટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલ વાર્ષિક રૂપિયા ૨.૫ લાખ સુધી કમાનાર વ્યક્તિએ ઈન્કમટેકસ પેટે કોઈ રકમ ભરવી પડતી નથી. મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી ૫ લાખ કરવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડકશન પણ ૪૦ થી વધારી ૫૦ હજાર સુધી કરવામાં આવ્યું હતું.

હાલ રૂ.૨.૫૦ લાખની આવક ટેકસ મુકત છે અને ૫૦ હજારનું ટેકસ ડિડેકશન આપવામાં આવી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ બેંક કે પોસ્ટ ઓફિસમાં ફિકસ ડિપોઝીટ મુકે અને તેના પર વાર્ષિક રૂ.૧૦ હજાર કે તેથી વધુનું વ્યાજ મળતું હોય તે તેના પર ૧૦ ટકા ટીડીએસ કાપવામાં આવે છે. મોદી સરકારે તેમાં પણ જબરી છૂટછાટ અાપી છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં પડેલા નાણા પર હવે વાર્ષિક ૧૦ હજાર નહીં પરંતુ ૪૦ હજાર સુધીનું વ્યાજ આવશે તો પણ ટીડીએસ પેટે એક પણ રૂપિયો કપાશે નહીં. લોકસભાની ચૂંટણી વર્ષમાં મોદી સરકાર મધ્યમ વર્ગના લોકો પર મન મુકી વરસી છે. આવક મુક્તિ મર્યાદા બમણી કરવામાં આવી છે. આ ઉપરાંત જો રૂ.૧.૫૦ લાખનું મુડી રોકાણ સાથે ૬.૫૦ લાખની આવક થતી હોય તો તેને પણ ટેકસ ફ્રી જાહેર કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગને વાર્ષિક રૂ.૧૩ હજારનો ચોખ્ખો ફાયદો થશે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની નિયત સાફ નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે. નોટબંધી બાદ પ્રથમ વખત ૧ કરોડથી પણ વધુ લોકોએ ઈન્કમટેકસ રિટર્ન ભર્યું છે. આઈટી રિટર્ન ફકત ૨૪ કલાકમાં જ ભરપાઈ કરી શકાય તે માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના કારણે ડાયરેકટ ટેકસ પેટે ટેકસની આવકનો આંક રૂ.૧૨ લાખ કરોડે પહોંચ્યો છે.

હાલ કોઈ વ્યક્તિને ઓફિસ, મકાન કે અન્ય કોઈ મિલકત ભાડે આપી હોય અને તેના પેટે કોઈ આવક થતી હોય તો આવી આવક પ્રથમ વર્ષે ટેકસમાંથી બાદ મળે છે. બાદમાં તેને આવી આવક પર ઈન્કમટેકસ ભરતો પડતો હોય છે. આજે બજેટમાં રાહતની ઘોષણા કરવામાં આવી છે. જો હવે ઓફિસ, મકાન કે અન્ય કોઈ મિલકત ભાડે આપેલ હશે તો બે વર્ષ સુધી તેના પર થતી આવક પર કોઈ ટેકસ વસુલવામાં આવશે નહીં. આવક મુક્તિ મર્યાદા બમણી કરવામાં આવતા દેશમાં ૧૩ કરોડથી પણ વધુ કરદાતાઓ ટેકસના દાયરામાંથી બહાર નીકળી ગયા છે.

નવા ઈન્કમટેકસ સ્લેબમાં હવે ૫ લાખ સુધીની આવક પર કોઈ ટેકસ ભરવાનો રહેશે નહીં જયારે ૭.૫૦ લાખ સુધીની આવક પર વાર્ષિક રૂ.૪૯૯૨૦, રૂ.૧૦ લાખની આવક પર રૂ.૯૯૮૨૦ અને ૨૦ લાખની આવક પર રૂ.૪.૦૨ લાખ ટેકસ ભરવો પડશે. ૫ લાખની સુધીની આવક પર શુન્ય ટેકસ કરાયો છે.

જયારે ૫ થી ૧૦ લાખની આવક ૨૦ ટકા લેખે ટેકસ વસુલ કરવામાં આવશે. ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ ટકાનો ટેકસ વસુલ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં આવક મુક્તિ મર્યાદા બમણી કરવામાં આવી હોવાની જાહેરાત કરતાની સાથે જ લોકસભામાં સતત ૫ થી ૭ મિનિટ નારા લાગ્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાનું ટેબલ થપથપાવી પિયુષ ગોયલની આ જાહેરાતને હોંશભેર વધાવી લીધી હતી.

પિયુષ ગોયલે કરદાતાઓનો આભાર પણ માન્યો હતો. સાથો સાથ જણાવ્યું હતું કે, તેઓ જે ટેકસ પેટે નાણા જમા કરાવે છે તેનાથી દેશના વિકાસની ગાડી આગળ ચાલે છે. ગરીબોનું કલ્યાણ થાય છે અને દેશ વિકાસના ટ્રેક પર સતત દોડતો થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીના ૭૦ વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી એક પણ સરકારે કરદાતાઓને ટેકસમાં બમણી છુટછાટ આપવાની કયારેય જાહેરાત કરી નથી. દર વર્ષે બજેટમાં કરદાતાઓને ટેકસમાં મામુલી રાહત આપવાની જાહેરાત કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે મધ્યમવર્ગીય લોકોને પોતાની તરફ આકર્ષીત કરવા કેન્દ્રની મોદી સરકારે ઈન્કમટેકસ સ્લેબમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે અને રૂ.૨.૫૦ લાખની આવક મર્યાદા વધારી સીધી ૫ લાખ કરી દીધી છે.

જેનાથી દેશના કરોડો કરદાતાઓને સીધો ફાયદો થયો છે. આટલું જ નહીં બેંક કે પોસ્ટ ઓફિસના વ્યાજ પર નિર્ભર સીનીયર સીટીઝનો, નિરાધાર લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે. બેંક કે પોસ્ટ ઓફિસના વ્યાજ પર ૧૦ હજારને બદલે હવે ૪૦ હજારના વ્યાજ પર ટીડીએસ વસુલવાનો નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત ટેકસ સ્ટાન્ડર્ડ ડિડેકશન પણ ૪૦ થી વધારી ૫૦ કરાયું છે. પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરવા માટે અથાક મહેનત કરતા મધ્યમ વર્ગના લોકોને રાહત મળી રહે તે માટે ઘરની ખરીદી પર હાલ વસુલાતા જીએસટીના દરમાં ઘટાડાે કરવામાં આવશે તેવી ખાતરી મંત્રી પિયુષ ગોયલે આપી છે. આવક વેરાની મુક્તિ મર્યાદા બમણી કરવામાં આવતા દેશવાસીઓએ બજેટની વધાવી લીધું હતું.

ઈન્કમ ટેકસ સ્લેબ

કરદાતાની વાર્ષિક આવક હાલ વસુલાતો ટેકસ હવે વસુલાશે આટલો ટેકસ
              ૫.૦ લાખ      ૧૩,૦૦૦ કોઈ ટેકસ નહીં
૭.૫ લાખ ૬૫,૦૦૦ ૪૯,૯૨૦
૧૦.૦ લાખ ૧,૧૭,૦૦૦ ૯૯,૮૪૦
               ૨૦.૦ લાખ ૪,૨૯,૦૦૦ ૪,૦૨,૦૦૦

   

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.