જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ ભચાઉ કોર્ટં કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા રિમાન્ડ દરમ્યાન છબીલ પટેલ પોલીસને સહકાર આપતા નથી તેમજ અમુક મહત્વની માહિતી તેમની પાસેથી મેળવવાની બાકી હોવાનું જણાવીને પોલીસે ૪ દિવસના વધુ રિમાન્ડની માંગણી કરી હતી પોલીસની રજૂઆતને પગલે કોર્ટે ૩ દિવસના વધુ રિમાન્ડ મંજુર કર્યા છે.
ધરપકડ બાદ ૨૨ મુદ્દાઓની પોલીસની રજૂઆતને પગલે કોર્ટે ૧૦ દિના રિમાન્ડ મંજુર કર્યા હતા પણ, ૧૦ દિવસની પૂછપરછમાં પોલીસ છબીલ પટેલ પાસેથી અમુક મહત્વની માહિતી કઢાવવામાં નિષ્ફળ રહી હતી જે માહિતી મેળવવા અંગે સીટની તપાસ ટીમ વતી પશ્ચિમ રેલવે રાજકોટના વિભાગીય પોલીસ અધિકારી પી. પી. પીરોજીયાએ ભચાઉ કોર્ટ રજુઆત કરી હતી.
છબીલ પટેલે પોતે બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ અમેરિકાના એરપોર્ટમાં કચરાપેટીમાં નાખી દીધા હોવાનું પોલીસને જણાવ્યું છે પોલીસે કોર્ટમાં રજુઆતમાં જણાવ્યું છે કે, જેન્તીભાઈ હત્યા કેસની તપાસમાં છબીલ પટેલના બન્ને મોબાઈલ તેમજ ત્રણ સિમ કાર્ડની જરૂરત છે.
હત્યા કરનાર શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે, અશરફ શેખે પોલીસને આપેલા બ્યાન પ્રમાણે તેમને છબીલ પટેલે બે મોબાઈલ સિમ કાર્ડ આપ્યા હતા. પણ, છબીલ પટેલ આ વાત પોલીસ પાસે કબૂલી નથી.
હત્યારા શશીકાંત કામ્બલેને અમદાવાદના ગોતા વિસ્તારમાં છબીલ પટેલે ફ્લેટ ભાડે અપાવ્યો હતો, તે વાત સાહેદ આલોપ પટેલે કહી છે તે ફ્લેટ વિશેની માહિતી અને ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ તેની પૂછપરછ કરવાની બાકી છે.
મનીષા અને સુરજીતભાઉના રોલ વિશે માહિતી આપવાને બદલે છબીલ પટેલ ગોળ ગોળ વાત કરે છે તે માહિતી પૂછવાની બાકી છે.
શૂટર શશીકાંત કામ્બલે અને સહ આરોપી મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ કટરા માં મળ્યા હતા, તે વિશેની માહિતી મેળવવાની બાકી છે.
જેન્તીભાઈની હત્યાના ૧૦ દિવસ આગળ શૂટર શશીકાંત કામ્બલે પોતે છબીલ પટેલ સાથે ઇનોવા કારમાં કચ્છ આવ્યો હોવાનું કબૂલે છે. પણ, એવી કોઈ ઇનોવા કાર પોતાની પાસે હોવાનો છબીલ પટેલ ઇનકાર કરે છે. એ ઇનોવા કાર કોની? એ માહિતી મેળવવાની બાકી છે. નવી મુંબઈના ઇનોર બીટ મોલમાં શૂટરો શશીકાંત અને અશરફને પાંચ લાખ કોઈ અજાણ્યો વ્યક્તિ આપી ગયો આ અજાણ્યો વ્યક્તિ છબીલ પટેલ સાથે વ્હોટ્સએપ દ્વારા સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. પણ, છબીલ પટેલ આ વાત નકારે છે, એ જાણવા તેમની પૂછપરછ જરૂરી છે.
જેન્તી ભાનુશાલીની હત્યામાં કુલ કેટલા આરોપીઓ સામેલ છે, પોલીસને તે માહિતી છબીલ પટેલ પાસેથી મેળવવાની હજી બાકી છે.