શહેરમાં આઠ ઓફિસ ખોલી રૂ.૧૩ કરોડની ઠગાઈ કરનાર ઠગ અમદાવાદથી ઝડપાયો
શહેરમાં આશરે રૂ.૧૩ કરોડનું ફુલેકુ ફેરવી સાડા ત્રણ વર્ષથી વેશપલ્ટો કરી નાસતો ફરતો ટેકસ ક્ધસલ્ટન્ટ તરીકેની ઓળખ આપનાર તુલશી સોલંકી નામના શખ્સની વધુ તપાસ માટે છ દિવસના રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરવા તજવીજ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના આનંદનગર કોલોનીમાં રહેતા અમિતભાઈ બટુકભાઈ દોશી નામના વેપારીને ટેકસમાં ફાયદો કરાવી આપવાનો વાયદો કરનાર અને ગોંડલ રહી પર પ્લનરી આર્કેડ સહિત ૧૦ ઓફિસો રાખી ટેકસ કન્ટસલ્ટન્ટ તરીકેની ઓળખ આપી અને ગાંધીનગરના સરસાસણ ગામે રહેતો તુલશી ઈશ્ર્વર સોલંકી નામના શખ્સે રૂ. ૧.૪૫ કરોડની છેતરપિંડી કર્યાની ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત ક્રાઈમ બ્રાંચ અને એ ડિવીઝન પોલીસમાં ૧૬ વ્યકિતઓએ રૂ.૭.૩૦ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.લાંબા સમયથી નાસતો ફરતો તુલશી સોલંકીને ઝડપી લેવા સર્વેલન્સ ટીમની મદદથી તુલશી સોલંકી અમદાવાદમાં હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે કાગડાપીઠ વિસ્તારમાંથી તુલશી સોલંકીને ઝડપી લીધો હતો.
પોલીસે તુલશી સોલંકીની પ્રાથમિક તપાસમાં શહેરમાં ૮ થી ૧૦ ઓફિસો ખોલી ટેક્ષનો ફાયદો કરાવવાની લાલચ આપી અને વેપારીઓને શીશામાં ઉતાર્યાની કબુલાત આપી હતી. વેશપલ્ટો કરી નર્મદાની પરીક્ષા દરમિયાન ધર્મશાળામાં તેમજ અન્ય રાજયમાં પણ છુપાયો હતો.પોલીસે વોન્ટેડ દરમિયાન અન્ય કોઈ ગુના આચર્યા કેમ તે અંગે વધુ તપાસ માટે છ દિવસની રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરવા તજવીજ હાથધરી છે.