એલસીબી ટીમે રૂ. ૧૨.૨૯ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
માળિયા નજીક એસટી બસમાંથી આંગડીયા પેઢીના ૨૫ લાખ જેટલા સોના-ચાંદીના પાર્સલ ભરેલા થેલાની ચોરી મામલે એલસીબી અને માળિયા પોલીસની ટીમે ત્રણ આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ મુદામાલ પૈકી ૧૨.૨૯ લાખનો મુદામાલ તેમજ ગુન્હામાં વપરાયેલ કાર કર્બ્જે કરી હતી અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.
રાજકોટની એચ પ્રવીણકુમાર આંગડીયા પેઢીના કર્મચારી રોહિતપૂરી ઉમેદપૂરી રાજકોટથી ભુજ જતો હોય ત્યારે માળિયા નજીકની માધવ હોટલમાં ચાપાણી પીવા ઉતર્યા દરમિયાન બે ઈસમો ૨૫ લાખના સોના ચાંદીના પાર્સલ ભરેલો થેલો ચોરી કરી કારમાં બેસી ફરાર થયા હોય જે બનાવ મામલે માળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ વધુ તપાસ એલસીબી ટીમને સોપવામાં આવી હતી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ તેમજ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમે તપાસ ચલાવી હતી અને બાતમીને આધારે આરોપી ભગવતસિંહ જોરાજી ઝાલા રહે સુણસર તા. ચાણસ્મા જી પાટણ, જયંતીભાઈ બાબુભાઈ રાવળ રાવળદેવ રહે બોદ્લા જી મહેસાણા અને મુકેશજી બાબુજી ઠાકોર રહે મહેસાણા એમ ત્રણ આરોપીને ઝડપી લઈને સોના ચાંદીના દાગીના સહીત ચોરી થયેલ પૈકી રૂ ૧૨,૨૯,૯૩૦ નો મુદામાલ રીકવર કરી ગુન્હામાં વપરાયેલ કાર કીમત રૂ ૧ લાખ વાળી કબજે કરી હતી અને ઝડપાયેલા આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે છે જયારે ચોરી પ્રકરણમાં અન્ય આરોપી મદારસિંહ ઘુડાજી ઝાલા રહે સુણસર તા. ચાણસ્મા જી પાટણ અને અરવિંદ અદુજી ઠાકોર રહે બોદલા જી મહેસાણા એમ બે આરોપીના નામો ખુલ્યા હોય જેને ઝડપી લેવા તેમજ ચોરી થયેલ બાકી મુદામાલ રીકવર કરવા માળિયા પોલીસના પીએસઆઈ જે ડી ઝાલાની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.