સાગર સંઘાણી
રાજયમાં છેતરપીંડીના કિસ્સાઓમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે ત્યારે જામજોધપુરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બીમારી દુર કરવાને બહાને ત્રણ ચાર ધુતારાએ ખેતી કરતા ગામના આગેવાન સાથે એક કરોડની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સામે આવી છે. ખેડૂત આગેવાન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની છે જ્યાં ખેતી કામ કરતા આગેવાન રમેશભાઇ હંસરાજભાઇ કાલરીયા સાથે સવા કરોડ રૂપિયા છેતરપીંડી થઈ હોવાની ઘટના સામે આવી છે ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૩ના રમેશભાઇ તથા તેમના ભાગયો શંકરભાઈ નિનામા ગામ પાસે રોડ પાસે લીમડાના ઝાડ પાસ બેસેલ હતા ત્યારે ગામ તરફ એક સફેદ કલરની બોલેરો જતી હતી. તેમાંથી એક ભગવા કપડા વાળા ધુતારાએ નીચે ઉતરી, મને ઇશારો કરી તેમની પાસે બોલાવીને જણાવ્યું કે લીમડાનું દાતણ કાપી આપો, જેથી મેં શંકરને બોલાવી લીમડાના દાતણ આ સાધુને આપતા આ વખતે નીચે સાધુ સીવાય ગાડીમાં ડ્રાયવર સહીત બીજા ત્રણ માણસો હતા.
નીચે ઉતરતા ધુતારાએ મને ડ્રાયવર સીટની બાજુમાં બેસેલ ગુરૂ મહારાજને પગે લાગી, આશીર્વાદ લેવાનું કહીને દરવાજો ખોલી આપ્યો. હું પગે લાગ્યો તેમને મને આશીર્વાદ આપી મને એક રુદ્રાક્ષમાં ફૂંક મારી આપી તારૂ દુખ દર્દ દુર થઇ જશે તેમ કહીને સરનામું મેળવ્યું અને તારા ઘરે ચા પીવા અને જમવાના બહાને ઘરે પહોંચ્યા એક ધુતારાએ મારી પત્ની પાસે થોડો ગોળ મંગાવીને પોતાએ ઘોડો ગોળ ખાઇ બીજો ગોળ ડબલામાં મૂકી દઇ મારા પત્નીને પ્રસાદ માટે ખાવા માટે આપ્યો અને ભંડારાના ફાળા માટે નીકળેલ છીએ તમારે જે ફાળો આપવો હોય તે આપો તેમ કહી લંગોટ વાળા ગુરૂ મહારાજ એ રૂપીયા ૫૦૦/- ની નોટ કાઢી મારા પત્નીને આપી નોટ ઉપર સાથીયો કરીને ચુંદળી મા વીટાળી તીજોરીમાં મુકી દેજો તેમ કહી આપેલ આ દરમ્યાન મારા પત્નીએ તેને પોતાના શરીર ની તકલીફ તથા દીકરા કલ્પેશની તકલીક્ જણાવતા તેઓએ મોટા ગુરૂદેવને મળાવીશુ, બધી તકલીફો દુર થઇ જશે ઘરમાં ધન ધાન્ય ભરપુર થઇ જશે કહ્યું.
ત્રણ ધુતારાએ, ડ્રાઇવર તેમજ રમેશભાઇ પાસેથી અલગ-અલગ જગ્યાએથી પૈસા ભેગા કરનાર લોકોએ કાવતરૂ રચી તેમની પાસેથી રૂા. 87,14,000 રોકડા તેમજ સોનાના દાગીના આશરે 83 તોલા અને દોઢ ગ્રામ રૂા. 4157500ની કિમતના છેતરપિંડી કરી લૂંટી જઇ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.અંતે પોતે છેતરાયેલા હોવાનો અહેસાસ થતાં રમેશભાઇએ ત્રણ ધુતારાએ , ડ્રાઇવર સહિત પૈસા ઉઘરાવનાર લોકો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રૂા. 1,28,71,500ની છેતરપિંડી અને લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ. ચૌહાણે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, આ કોઇ સક્રિય ટોળકી છે જે આવી રીતે લોકોને છેતરપિંડીનો ભોગ બનાવી પૈસા પડાવે છે.
ધુતારાની ટોળકીએ પત્ની તથા દીકરાની બિમારીઓ દુર કરી આપવાનુ બહાનુ તથા કરોડો રૂપીયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી તેઓના પ્લાન મુજબ તબક્કાવાર ખેડૂત પાસેથી રોકડા રૂ.૮૭,૧૪,૦૦૦/- તથા સોનાના દાગીના આશરે ૮૩ તોલા અને ૧.૫ ગ્રામ આજની કિંમત એક તોલાના રૂ.૫૦,૦૦૦/- લેખે રૂ.૪૧,૫૭,૫ ૦૦/-કુલ કિ.રૂ.૧,૨૮,૭૧,૫૦૦/- ની છેતરપીંડી કરી તથા લુટી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ મામલે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.