• જામનગરમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો
  • ગણતરીની કલાકોમાં જ પોલીસે હત્યારાની સચાણા ગામ નજીકથી કરી ધરપક

જામનગર તાલુકાના ધુંવાવ ગામ નજીક ગઈકાલ એક માનસિક મહિનાનો વૃદ્ધે મળી આવ્યો હતો જેનું પીએમ કરાવતા મહિલાની હત્યા કરાયા હોવાનું સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ તપાસ કરી આરોપીની સચાણા ગામ નજીકથી ધરપકડ કરી છે. હત્યારાએ જમવાનું આપવાના બહાને મહિલાને ઉઠાવી જઇ અવવારું જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાએ પ્રતિકાર કરતા હત્યારાએ તેનું માથું જમીનમાં પછાડતા તેનું મોત નિપજ્યું હતું.

વિગતો મુજબ હત્યાની ઘટના સામે આવતા પંચકોશી એ. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી. સોઢા તથા આર. એલ. ઓડેદરા અને તેમનો સ્ટાફે બાતમીના આધારે સાચાણા ગામના જુસબ અબ્બાસભાઇ કક્કલ નામના 58 વર્ષના વાઘેર શખ્સને નંબર પ્લેટ વગરની બાઇક લઈને ફરતી હાલતમાં જાંબુડા પાટીયા પાસેથી આંતરી લીધો હતો, અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં તેણે હત્યા કર્યાની કબુલાત આપી હતી.

પૂછપરછમાં તેણે કબૂલાત આપતા કહ્યું હતું, કે બનાવની રાત્રે પોતે વાવ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ભોગ બનનાર મહિલા એકલી ઉભી હતી, તેણીની એકલતાનો લાભ લઈને ખાવાનું આપવાના બહાને પોતાના બાઈક પર બેસાડીને ધીંગેશ્વર મહાદેવના પાછળના વિસ્તારમાં નિર્જન સ્થળે ઝાડી ઝાખરામાં લઈ ગયો હતો જ્યાં તેણીને નિર્વસ્ત્ર કરી નાખી દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યા હતો.

જેમાં મહિલાએ પ્રતિકાર કરતાં તેનું માથું જમીન પર પછાડી દેતાં ઘાયલ થઈ હતી. ઉપરાંત તેના શરીર પર જોરદાર મુક્કાના પ્રહાર કરતાં તેની પાંસળી પણ ભાગી ગઈ હતી. જે મહિલા અર્ધ બેભાન બની હતી, દરમિયાન તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું, અને પોતે તે જ અવસ્થામાં મહિલાને ત્યજી દઈ બાઈક પર ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.