દુષ્કર્મ ગુજાર્યા બાદ મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
રાજકોટમાં આજીડેમ વિસ્તારમાં રહેતી પરિણીતાને અગાઉ રહેતા પાડોશીના ઘેર આવતા શખ્સે પરીચય મેળવી બેંકનુ ફોર્મ ભરવાના બહાને રૂમમાં બોલાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી અને આ વાત કોઈને કહીશ તો તારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ મહિલાએ કુવાડવા પોલીસમાં ફરિયાદ કરતા ગુનો નોંધી આરોપીને પકડી લેવા મથામણ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહીલાએ ફરીયાદ કરી હતી જેમા આરોપી તરીકે કોઠારીયા રોડ પર રહેતા જગો ઉર્ફે જીગર પરબતભાઈ ભાદરકાનુ નામ આપ્યુ હતુ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે અગાઉ ભાડે રહેતા હોય ત્યા પતિના મિત્ર મકાન માલીક રહેતા હોય જેનો ટૂક ચલાવતો જીગો અવાર નવાર ઘેર આવતો હોય પરીચય મેળવી ફોન નંબર મેળવી અવાર નવાર ફોન કરતો હોય ત્યાર બાદ તેના ઘેર મકાન માલીક ઘેર ન હોય અને તેના પતિ પણ બહાર ગયા હતા ત્યારે જીગો તેના મકાન મલીકના ઘેર આવ્યો હતો અને બેંકનુ ફોર્મ ભરવાના બ્હાને રૂમમાં બોલાવી હાથ પકડતા તેને દેકારો કરતા તેને મોઢા પર હાથ રાખી રૂમમાં લઈ જઈ મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચરી કોઈને આ વાત કરી તો તારા પતિને મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયા બાદ તે ગુમસુમ રહેતી હોય જે અંગે પતિને વાત કરતા તેને ફરીયાદ કરવાનુ જણાવતા તેને ફરીયાદ કરી હતી જે બનાવ અંગે કુવાડવા પોલીસે ગુનો નોંધી આરોપીની ઘરપકડ કરવાની કાર્યવાહી કરી છે.