નિદ્રાધીન રામબાપા પર દીપડાએ હુમલો કર્યો હોવાની આશંકા: માથું ૫૦ મીટર અને ધડ ૧૦૦ મીટર દૂર મળ્યું: વન વિભાગે શોધખોળ શરૂ કરી
જૂનાગઢના ગિરનાર પર્વત ચડવાના રસ્તે ૨૦૦ પગથિયા પાસે સુતેલા શીતળા માતાજીના મંદિરના મહંત પર કોઈ જાનવરે હુમલો કરતાં મોત થયું છે. મંદિરના મહંત રામબાપા નામની વ્યક્તિ ગીરનાર પર્વતની સીડી પર સૂતા હતા, ત્યારે અચાનક ત્યાં આવી ચડેલા દીપડાએ હુમલો કરી દેતા તેમનું મોત થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. પરંતુ દીપડાએ જ હુમલો કર્યો હોય તેવી કોઈ પૃષ્ટિ વનવિભાગ દ્વારા કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં તુરંત જ વેનવીભાગ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગિરનારનાં સીડીના ૨૦૦ પગથિયાં પાસે શીતળા માતાજીનું મંદિર આવેલું છે ત્યાંના મહંત રામબાપા ત્યાં જ રહીને મંદિરની સેવા પૂજા કરે છે અને રાત્રીના સમયે ત્યાં જ બહાર સુઈ જાય છે ત્યારે આજે વહેલી સવારે સેવપૂજ કરતા નિદ્રાધીન રામાબાપા કોઈ જાનવર ઉઠાવી ગયો હોવાનું માલુમ પડતા વનવિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મહંત પર કોને હુમલો કર્યો તેની તપાસ ચાલુ કરી હતી. હાલ તો દીપડાએ જ રામાબાપા પર હુમલો કર્યો હોય તેવું સામે આવ્યું છે જોકે દીપડા દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય તેવી ચોક્કસ જાણ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની દહેશત વધી ગઈ છે. તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએ દીપડાના હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગઈ કાલે ગાંધીનગરની કોલવાડા આર્યુવેદિક હોસ્પિટલમાં પણ દીપડો ઘૂસી ગયો હતો. જોકે, વન વિભાગ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વલસા ના છરવાડા વિસ્તારમાંથી પણ દીપડો પકાડાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. છરવાડા ગામના હંસલા ફળિયામાંથી દીપડો પકડાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો છે. વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને પકડી પાડ્યો છે. દીપડાને પકડીને ચણવાઇ ખાતે આવલે વન ચેતના કેન્દ્ર લઇ જવામાં આવ્યો છે.