નર્મદા નીરને વધાવવા રાજકોટ આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા એક સપ્તાહથી તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્તનું ગઇકાલે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરિક્ષણ કર્યા બાદ આજે સવારે પોલીસ સ્ટાફ દ્વારા ફરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થા માટે એસપીજીના ૬૦ કમાન્ડો, ત્રણ આજી કક્ષાના અધિકારી, ૨૭ આઇપીએસ અધિકારી, ૬૫ ડીવાય.એસ.પી. ૧૫૦ ઇન્સ્પેકટર, ૫૦૦ પી.એસ.આઇ., એસઆરપીની ૧૫ કંપની સહિત ૭ હજાર પોલીસ જવાન અને હોમગાર્ડ સ્ટાફે એરપોર્ટથી રેસકોર્ષ અને ત્યાંથી કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ થઇ આજી ડેમ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના સ્નેફર ડોગ અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા રેસકોર્ષ ખાતે ઉભા કરવામાં આવેલા ડ્રોમનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. પ્રસ્તૃત તસવીરમાં રિહર્સલમાં જોડાયેલા પોલીસ સ્ટાફ નજરે પડે છે.