ભાવનગર હાઈવે પર બે કિમીનાં અંતરે પાંચ જગ્યાએ પાઈપલાઈનમાં ભંગાણ: પાણીનો વેડફાટ જોઈને જીવ બાળતા ગ્રામજનો
એક તરફ દરિયા કાંઠા ના ૨૫ થી વધુ ગામો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે..જયારે બીજીતરફ મહિપરીએજ યોજના નું લાખો લીટર પાણી બે કિલોમીટર ના વિસ્તારમાં ૫ થી ૬ જગ્યાએ મોટા પ્રમાણ માં લિકેજ ના કારણે છેલ્લા દોઢ માસથી વેડફાય છે. ઉનાળા ના કપરા તડકા લોકો પીવાના પાણી માટે તરસે છે ત્યારે ઉના ના ભાવનગર રોડ ઉપર મોટા પ્રમાણ માં આ પાણી રોડ ની બંને બાજુ ભરાયા છે.
ઉના થી ૫ કિલોમીટર ના અંતરે નવા બની રહેલા ઉના ભાવનગર હાઇવે પર બે કિલોમીટર ના એરિયા માં ૫ થી ૬ જગ્યા પર મોટા પ્રમાણ માં છેલ્લા દોઢ માસ થી મહી પરીએજ યોજના ની પાઇપ લાઇન માં ભંગાણ થયું છે અને ૨ કિલોમીટર ના રોડ પર પાણી ના ભંગાણ ના કારણે રોડ નું કામ પણ બંધ કરાયું છે જળ એજ જીવન છે તે વાત સત્તાધિશો ભૂલી ગયા છે તો બીજી તરફ ૨૧૦૦ ની વસ્તી ધરાવતું ઉના તાલુકા નું ઝાંખરવાડા ગામ રોજ પીવાના પાણી માટે રોજ પૈસા આપે છે.અન્ય દરિયા કિનારા ના ૨૫ જેટલા ગામો ને ૬ થી ૭ દિવસે પાણી મળે છે.
મહી પરી યોજના થી ૨૦ થી વધુ ગામો ને પીવા નું પાણી મળે છે ..જે પૂરતા પ્રમાણ માં મળતું નથી.અને આ પીપ લાઈન ના લીકેજ માંથી લાખ લીટર પાણી વેડફાય છે .
પાઈપ લાઈન ના ભંગાણ બાદ આ પાઈપ લાઈન નું યોગ્ય રીપેરીંગ કામ થતું ના હોવાના લીધે લીકેજીંગ રહી જાય છે , જેના લીધે આવા ઉનાળા ના સમય માં મહામુલ્ય પાણી વેડફાય જાય છે . લોકો પૈસા આપી ને વેચાતું પાણી લઇ રહ્યા છે ત્યારે આ પાણી ની કિંમત કોણ ચૂકવશે ? આ માટે જવાબદાર નેશનલ હાઈ – વે નું કામ કરતી એજન્સીઓ આની ભરપાઈકરશે ?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com