કારને ફીલ્મી ઢબે આંતરીને ટોળુ તલવાર, ધોકા અને પાઇપ લઈ તુટી પડયું

ઉનાના રાજપરા ગામે તાજેતરમાં જુનાગઢ જેલમાં ડબલ મર્ડરના કેસમાં આરોપી રમેશભાઇ રણશીભાઇ રાઠોડ પેરોલ પર છુટેલ તેઓ પોતાના મિત્રો સાર્થ દેેલવાડા ગામે ગયેલ જયાંથી રાત્રીના બેક વાગ્યા ના સુમારે મિત્રો સાથે પરત ફરતી વખતે રાજપરા રોડ પર વીસથી પચ્ચીસ ટુ વ્હીલરોએ તેમની કારને ફીલ્મી ઢબે આંતરી સ્વીફટ કારમાં તેમની સાથેના તેમના મિત્રો રમેશભાઇ તેમજ મુન્નાને જો જીવવું હોય તો ભાગી જાવ આવું કહેતા સાથેના મિત્રોએ મોત ભાળી જઇ મુઠ્ઠીઓ વાળી હતી અને ટોળુ રમેશભાઇ પર તુટી પડયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલ રમેશભાઇને પ્રથમ ઉના અને બાદમાં જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ જયાં અઘ્ધબેભાન હાલતમાં હોય ઉના મરીન પોલીસ પણ રમેશભાઇનું મનઘડત નિવેદન લઇ કાર્યવાહી આદરી હતી રમેશભાઇ ભાનમાં આવતા જ તેમણે પોતાનું વિશેષ નિવેદન લેખીતમાં નવાબંદર પોલીસ તેમજ ગીર સોમનાથ એસ.પી  અને રેન્જ આઇજી જુનાગઢને આપ્યું હતું.

આ અંગે વિસ્તૃત વિગત અનુસાર ગત તા.૧ર ના રાત્રીના સુમારે જુનાગઢ  જેલમાં ડબલ મર્ડરના કેસમાં રહેલા આરોપી રમેશભાઇ પંદર દિવસના પેરોલ પર છુટેલ પોતાના વતન ઉનાના મૈયદ રાજપરા ગામે પોતાના પરીવાર પાસે ગયેલ જયાંથી પોતાના બે મિત્રો સાથે દેલવાડા  મુકામે ગયેલ ત્યાંથી પરત ફરતી વખતે પચ્ચીકેક જેટલા ટુ વ્હીલરોએ હાથમાં ઘાતક હથીયારો ધારણ કરી ફીલ્મી ઢબે ગાડીને આંતરેલ રમેશભાઇની સાથેના તેમના મિત્ર રમેશ તેમજ મુન્નાને જાન બચાવવી હોય તો ભાગી જાવ તેવું કહેતા બન્નેએ મુઠીઓ વાળી હતી અને ટોળુ રમેશભાઇ રાઠોડ પર તુટી  પડયું હતું.

આ ટોળામાં વિજય ઉર્ફે પોકીયો, કાંતિભાઇ સોલંકીના હાથમાં બંધુક હતી તેમજ તેના નાના ભાઇ અશ્ર્વીન ઉર્ફે નાનો પોકીયો તેમજ પ્રકાશ જોતું, દિનેશ કીશન કાંતિ ઉર્ફે ડાકુ, જીજ્ઞેશ ભીખા સહીતનાઓ પાઇપ તેમજ હથીયારો સાથે રીતસરના આંતક મચાવ્યો હતો રમેશ રાઠોડ સાથે રહેતા બે મિત્રો જે સ્થળ પરીથ ભાગી ગયેલ તેમને તેમના પરીવારજનો ને જાણ કરતા પરીવારના સભ્યો અને ભાગી ગયેલા મિત્રો ફરીથી બનાવ ના સ્થળે આવી રમેશભાઇને ૧૦૮ મારફત પ્રથમ ઉના અને બાદમાં વધુ સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડેલ જયાં તેઓ અઘ્ધબેભાન હાતલમાં હોય મરીન પોલીસ તેનું તુટક નિવેદન લઇ કાર્યવાહી આરંભી હતી ગઇકાલે તેઓ સંપૂર્ણ ભાનમાં આવી જતા તેમણે પોતાના વકીલ મારફત મરીન પોલીસ ગીર સોમનાથ એસ.પી. તેમજ રેન્જ આઇ.જી. જુનાગઢને તેમનું વિશેષ નિવેદન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.