આમ કે આમ ગુઠલીઓ કે દામ
માર્ગ સલામતી માટે નિયમ બઘ્ધ વાહન વહેવારની સાથે મોટર સાયકલ સ્કુટર સહીત દ્વીચક્રી વાહન ચાલકો માટે અકસ્માતના સંજોગોમાં હેલ્મેટ સુરક્ષા કવચ બની રહે તે પણ દ્વીચક્રી વાહન ચાલકો હેલ્પેટના ઉપયોગ અને ખરીદીમાં બેદરકારી દાખવી છે. અકસ્માતમાં જીવલેણ કિંમત પણ કયારેય ચુકવી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુભાઇ ભાર્ગવનની સુચનાથી ટ્રાફીક ડીસીપી પુજાબેન યાદવના માર્ગદર્શન હેઠળ તુલીપ પાર્ટી પ્લોટ ગોંડલ રોડ પર સાંજે હેલ્મેટ ડ્રાઇવમાં દંડની રકમ પ00 ભરાવી પહોંચ હેલ્મેટનો ઉપહાર આપવામાં આવેલ.
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુખ ભાર્ગવ ની સૂચના થી તથા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ની આગેવાની તુ્લીપ પાર્ટી પ્લોટ સામે ગોંડલ રોડ ખાતે ગઈ કાલે સાંજે 18.00 થી 19.30 સુધી હેલમેટ ડ્રાઈવ રાખવામાં આવેલ. જેમાં દંડ ની 500 રૂપિયા ના બદલામાં હેલ્મેટ આપવામાં આવી.
જ્યાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે બી ગઢવી અને પો ઈન્સ એન જી વાઘેલા તથા સ્ટાફ 57 એન સી કરી રૂપિયા 29700 દંડ વસુલ કરેલ.તથા 108 હેલમેટ નુ વિતરણ કરાયું. તથા 3 વાહનો ડિટેઇન કર્યા
બીજી બાજુ આ જ સમયે મારવાડી યુનિવર્સિટી ખાતે પો ઈન્સ ઝાનકાત તથા પો સ ઈન્સ ધામા દ્વારા 88 એન સી કેસો કરી 55200 દંડ વસુલ કરી 54 હેલમેટ નુ વિતરણ કર્યું હતું
આમ, ગઈ કાલે કુલ 145 એન સી કેસો કરી 84,900 રૂપિયા દંડ વસુલ કરી 3 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. તથા 162હેલમેટ નુ વિતરણ કરવામાં આવ્યું છે.