અન્ન દેવતાયે નમ:… સનાતન ધર્મ સંસ્કૃતિમા અનાજને દેવતા સમાન સ્થાન આપવામાં આવ્યું છે વિશ્વના અન્ય ધર્મોમાં પણ અનાજને દેવતુલ્ય આદર આપવામાં આવ્યું છે કારણકે અનન જ મનુષ્યો સહિત જીવ સૃષ્ટિ માટે પ્રવૃત્તિમય જીવનની શક્તિનો સ્ત્રોત છે ધર્મ સંહિતામાં અન્નો આદર અને ખાસ કરીને રાંધેલા ભોજનનો બગાડ ન થાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે વધતી જતી વૈશ્વિક વસ્તી સામે અનાજનું ઉત્પાદન મર્યાદિત હોય અને ખોરાકનો બગાડ એ ધાર્મિક પ્રાકૃતિક અને સામાજિક રીતે પાપકર્મ ગણાય છે ત્યારે ભારત સહિત વિશ્વના તમામ વિકાસશીલ દેશોમાં ગરીબી બેરોજગારી નો પ્રશ્ન દિવસે દિવસે જટિલ બનતો જાય છે ત્યારે અનાજનો બગાડ અને ખોરાક રાંધ્યા પછી જમ્યા વગર જ કચરામાં પધરાવાય અને ખોરાકનો બગાડ થાય તે કોઈપણ સંજોગોમાં આવકારદાયક નથી પશ્ર્વીમી સંસ્કૃતિ અને સુધરેલા જીવન ધોરણમાં ખોરાકનો બગાડ બુફેમાં અનાજનો વેડફાડ વ્યાપક થાય છે. વિશ્વમાં દરરોજ હજારો લાખો લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જવા મજબૂર બની રહ્યા છે અને દર વર્ષે વિશ્વના 300 કરોડ લોકો જરૂરી અને ગુણવત્તાસભર પોષણ ખોરાકના અભાવે રહી જાય છે આ પરિસ્થિતિમાં અને ખોરાકનું એક-એક દાણો માનવી સુધી પહોંચે અને તેનો સંપૂર્ણ પણે ખોરાક તરીકે ઉપયોગ થાય તે જરૂરી છે પરંતુ દર વર્ષે ખોરાકની વિવિધ પદ્ધતિઓ અછતની પરિસ્થિતિ અને બેદરકારીના કારણે મનુષ્યના હાથે વર્ષે 930 કરોડ ટન ખોરાક નો બગાડ થાય છે જેમાં સૌથી વધુ બગાડ કરનાર દેશોમાં વ્યક્તિ દીઠ વાર્ષિક ખોરાકનો બગાડ 82 કિલ્લો, નેપાળ-ભૂતાન 79 કિલ્લો, શ્રીલંકા 76 કિલો પાકિસ્તાન 74 કિલ્લો માલદીવ 71 કિલ્લો’ બંગલાદેશ 65 કિલો અને સૌથી ઓછો ખોરાકનો બગાડ ભારતમાં વ્યક્તિદીઠ વર્ષે 50 કિલો નો થાય છે એક તરફ વર્ષે ત્રણ સો કરોડ લોકો ગુણવત્તાસભર ખોરાકથી વંચિત રહે છે અને દરેક વ્યક્તિ 121 કિલો ખોરાક કચરાપેટીમાં નાખી દે છે, એશિયામાં સૌથી વધુ ખોરાક નો બગાડ અફઘાનિસ્તાનમાં થાય છે અને ભારતમાં ખોરાકનાબગાડ નું પ્રમાણ સાવ ઓછું છે ખોરાકનો સૌથી વધુ બગાડ પારિવારિક ઘરોમાં થાય છે તેનાથી ઓછો હોટલો અને સૌથી ઓછું 13% છૂટકવ્યવસાય કારો દ્વારા બગાડ કરવામાં આવે છે અનાજ ખોરાકનો બગાડ એ માનવ સભ્યતા સંસ્કૃતિ ની સંસ્કાર દીક્ષાથી તદ્દન વિપરીત ગણાય ભાણા માં આવેલા એક એક કણ નો ઉપયોગ થવો જોઇએ અનાજ ના કણ કણ માંરમણ એટલે કે ભગવાનનો વાસ હોય છે અનાજ ખોરાકનો બગાડ આર્થિક પર્યાવરણ અને ધર્મ સહિતા માં પાપ કર્મ ગણાય છે એક તરફ ભૂખમરાની સમસ્યાથી વિશ્વ પીડાઈ રહી છે
ત્યારે બીજી તરફ દુનિયામાં દર વર્ષે મનુષ્ય 930 કરોડ ટન ખોરાકનો બગાડ કરે છે મનુષ્યને પૃથ્વીની કુદરતી સર્વશ્રેષ્ઠ સજીવન કૃતિ ગણવામાં આવે છેપરંતુ માનવ સિવાયના તમામ પશુ-પક્ષીઓ અને જીવો પોતાને મળતા ખોરાકનું જરા પણ ઉપયોગ કરતા નથી માનવી કોઈ ને કોઈ બહાને ખોરાકનો બગાડ કરે છે સમાજના વિવિધ વર્ગ અને લાઈફ સ્ટાઈલ માં જેમ ઉપર જતાં જોઈએ તેમ ખોરાકની કિંમત આ કવામાં ક્યાંકને ક્યાંકમનુષ્ય ગાફેલ થતો જાય છે મોટા મોટા પ્રસંગો હાઈફાઈ ભોજન સંભારમ ઓ અને ફાઇસટાર કલ્ચરમાં ખાય ઓછું,બગાડે વધારે… ની પરંપરાને આદર્શ શિષ્ટાચાર માનવામાં આવે છે, અનાજ ખોરાક ના બગાડને મોટપ કરનારી માનવ સંસ્કૃતિ ખરેખર સંસ્કૃતિ નહીં પણ વિકૃતિ ગણાય અન્ન નોઅનાદર અને ખોરાક નો બગાડ કેમ ઓછો થાય તેવી વ્યવસ્થા આજના સમયની માંગ છે. દુનિયામાં આધુનિક ટેકનોલોજી અને ભૌતિકવાદ થી તમામ સુખ સુવિધા ઉપલબ્ધ થઇ શકશે પરંતુ ખોરાક નો બગાડ આવીને આવી રીતે ચાલુ રહ્યો તો મનુષ્ય પાસે બધું જ હશે પણ જમવાનું નહીં હોય તો, સોનાની થાળીએ સાહ્યબી માણીશકાય પરંતુ સોનામોર ના કોળીયા લઈ શકાતા નથી…આધુનિક સભ્ય સંસ્કૃતિ ધરાવતાં માનવ સમાજને ખોરાકના બગાડની આ સભ્ય સમાજ પરની કાળક ઓછી કરવી જ પડશે