અબતક, રાજકોટ
માતૃમંદિર કોલેજ, રાજકોટમાં છેલ્લા 14 વર્ષથી ઇન ચાર્જ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. રવિ ધાનાણીને થેલેસેમીયા ક્ષેત્રમાં ઉત્કષ્ટ કામગીરી બદલ ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ 3 ડીસેમ્બરના રોજ વિશ્ર્વ દિવ્યાંગ દિવસના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.
થેલેસેમીયા ગ્રસ્ટ ડો. રવિ ધાનાણીએ થેલેસેમીયા વિષય ઉપર પીએચડી ઉપરાંત યુ.જી.સી. ની નેશનલ લેવલની વિવિધ રપ કોન્ફરન્સ અને વિવિધ ક્ષેત્રોમાં પ થી વધુ આઇ.એસ.બી.એન. વાળી બુક પબ્લિક કરેલ છે.
તેમજ સામાજીક ક્ષેત્રે કામ કરતી 6 થી વધુ સંસ્થાઓમાં પોતે ટ્રસ્ટી તથા મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે.સૌરાષ્ટ્રમાં તેઓએ 1000 થી વધુ વિઘાર્થીઓ માટે વિનામૂલ્યે થેલેસેમીયા તપાસ કેમ્પનું આયોજન કરેલ છે તે ઉપરાંત પપ થી વધારે રકતદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે. દેશભરમાં તેઓએ ઘણા યુવાનોનું થેલેસેમીયા ક્ષેત્રે પરામર્શ (કાઉન્સેલીંગ) કરેલ છે. વિવેકાનંદ યુથ કલબ, ડોકટર, નેતાઓ અને સામાવજીક કલ્યાણ સંસ્થાઓ તરફથી મળતી સહાયથી થેલેસેમીયા અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસમાં તેઓ સફળ પ્રયત્ન સાધી શકે છે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત થયેલ ડો. રવિ ધાનાણીની સિઘ્ધિ સમગ્ર રાજકોટ તેમજ ગુજરાત માટે ગૌરવની વાત છે