અંજાર: અસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વ દશેરાની કચ્છ જિલ્લામાં પણ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે. આસો નવરાત્રિના આનંદભેર સમાપને ગત રાતથી આજ બપોર સુધી શહેરની બજારોમાં જલેબી ફાફડાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ આજે આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો જે અનુસંધાને વિવિધ સ્થળોએ શસ્ત્ર પુજન નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારી છે એવા પોલીસ વિભાગ માટે શસ્ત્ર પુજનનું મહત્વ વિશેષ જોવા મળે છે તે અન્વયે અંજાર પોલીસ સ્ટેશન ખાતે અંજાર પીઆઈ એ. આર ગોહિલ દ્વારા પોલીસને ઉપયોગમાં આવતા તમામ પ્રકારના હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ સાથે આ શસ્ત્ર પૂજન શાસ્ત્રીકરણ મહારાજ તથા સુમિત મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં PSI પી.એન ઝાલા, જે.એસ ચુડાસમા, એસ.વી ડાંગર, ASI કિર્તી ગેડિયા, સિદ્ધરાજ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, કિશોર ડોડીયા સહિતના સમગ્ર પોલીસ કર્મચારી હાજર રહ્યા હતા.
ભારતી માખીજાણી