મૌલેશભાઈ ઉકાણી જ્યોતિબેન ટીલવા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જગદીશભાઈ કોટડીયા કાંતિભાઈ માકડીયા સહિતની ઉપસ્થિતિ
રાજકોટ:કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો કાર્યક્રમને અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર લાખો લોકોએ લાઈવ નિહાળ્યો
કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતિ નિમિત્તે 23 મેને મંગળવારના રોજ ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શોભાયાત્રા સવારે રાજકોટના પશુપતિનાથ મંદિરથી ઉમિયા માતાજી મંદિર સીદસર ખાતે કરવામાં આવ્યું હતું ભજન ભક્તિ ની રમઝટ સાથે મામાના જય ઘોષના નાદ સાથે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ રૂટ પર સવારથી બપોર સુધીમાં 18 કી .મીલાંબી ઉમિયા માના રથ સાથે શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય શોભા યાત્રા બાદ પાટીદાર પરિવારો કાલે રાત્રે ક કર્ણાવંતી પાર્ટી પ્લોટ ખાતે મહા આરતી અને હાસ્ય કલાકાર હિતેશ અંટાળા સહિતના કલાકારો નો લોક ડાયરા ની રંગત માણી હતી.
કડવા પાટીદાર ના કુળદેવી માતાજીની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ શહેરમાં ઉમિયા પદયાત્રીકો પરિવાર દ્વારા ઉમિયા માતાજીના રથ સાથે શોભા યાત્રા માં પ્રમુખ જયરામભાઈ વાસડિયા ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા કાંતિભાઈ માકડીયા નાથાભાઈ કાલરીયા દિનેશભાઈ અમૃતિયા સહિતના શ્રેષ્ટીઓ તથા સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા વહેલી સવારથી જ સાફામાં સજ યુવાનો બુલેટ બાઈક અને મહિલાઓ એકટીવા સાથે બોહડી સંખ્યામાં શોભા યાત્રામાં જોડાયા હતા જયંતી ની શોભાયાત્રા સવારે પ્રારંભ કરવામાં આવી હતી.
ડાયરા સાથોસાથ મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો:વિનોદભાઈ મણવર
ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ મણવરએ જાણવ્યું કે, છેલ્લા 23 વર્ષથી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના 1500 જેટલા ભાઈ-બહેનો સિદ્ધસર માં ઉમિયાના મંદિરે પદયાત્રા નીકાળીને જાય છે.કડવા પાટીદારોના ઉમિયા માતાજીની જ્યંતી નિમિતે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો.હિતેશ અંટાળા સહિતના કલાકારોએ હાસ્યનું રસપાન કરાવ્યું.સાથોસાથ મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જરૂરિયાતમંદ લોકોને અહીં રક્તની બોટલ પૂરી પાડવામાં આવશે 451 રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના આયોજકોને અભિનંદન પાઠવું છું: જ્યોતિબેન ટીલવા
પાટીદાર અગ્રણી જ્યોતિબેન ટીલવાએ જણાવ્યું કે,18 કિલોમીટર સુધી રેલી નીકળવામાં આવે છે. ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના ઓર્ગેનાઈઝેશન આયોજકોને અભિનંદન પાઠવું છું તેઓ આ ભગીરથ કાર્યને છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે. જ્યારે પણ આવા ભવ્ય કાર્યક્રમો થતા હોય છે ત્યારે સમાજના પુરુષો સાથે અમારી મહિલા શક્તિ જોડાઈ જાય છે અને રંગે ચંગે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે.
1800 વર્ષથી પણ વધારે સમયથી અમારા વડવાઓ માતાજીની સેવાના કાર્યો કરતા આવે છે : જેરામભાઈ વાંસજાળિયા
ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ જણાવ્યું કે, ઉમિયા ઊંઝા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1800 વર્ષથી વધુ થયું છે.એટલા વર્ષો થી અમારા વળવાઓ માતાજીની આરાધના અને સેવાના કાર્યો કરતા આવે છે. અમને તેઓએ પ્રેરણા આપી છે તેમની પ્રેરણા ના ભાગરૂપે જ અમારાથી થઈ શકે એટલું અમે માતાજીની સેવા કરીએ છીએ. અમારી પદયાત્રાની ટીમ વર્ષો ત્યાં ખૂબ જ સુંદર મજાનું આયોજન કરતી આવે છે. સમાજના સર્વાંગી વિકાસ હેતુ પદયાત્રી પરિવાર વર્ષોથી પદયાત્રા નીકળે છે.સાથોસાથ સમાજને એક તાતણે બાંધી રાખવાનું કાર્ય કરે છે.
આવા રૂડા અવસરમાં મને ડાયરો કરવાનો મોકો મળ્યો એ મારું સૌભાગ્ય:હિતેશ અંટાળા
હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ જણાવ્યું કે, સમાજે મને ખૂબ પ્રેમ આપ્યો છે આવા રૂડા અવસરમાં આજે મને ડાયરો કરવાનો હાસ્ય રસ પીરસવાનો મોકો મળ્યો છે એ મારું સૌભાગ્ય છે લોકોના પ્રેમ થકી આજે હું જે કાંઈ પણ છું એ મારા સમાજના અને લોકોના પ્રેમથી પદયાત્રી પરિવાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કાર્યો થતા રહે છે જેમાં આજે 176મો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે.ત્યારે અહીં હાસ્ય રસ પીરસી મારા ભાઈઓ બહેનોને મોજ કરાવવાની છે.
સમાજને એક તાંતણે બાંધી રાખવાનું કાર્ય ઉમિયા પદયાત્રી પરિવાર કરે છે:મૌલેશભાઈ ઉકાણી
ઉમિયા માતાજી મંદિર સીદસર ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જાણવ્યું કે, પદયાત્રી પરિવાર પદયાત્રા સાથો સાથ સેવાકીય અનેક પ્રવૃત્તિ કરે છે જેમાં 175મો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સમાજને એક તાતણે બાંધી રાખવાના કાર્યો કરે છે સાચો સાથ આવા ધર્મના કામને પગપાળા ચાલી સીદસર માં ઉમિયાના પરિષર સુધી લઈ જવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.