- 1000થી વધુ લોકોએ ભોજનનો લાભ લીધો
આજથી 1999 માં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રમાં વોટરપાર્કની શરૂઆત કરી ક્રિષ્નાપાર્ક ગૃપના હરીભાઇ પટેલ તથા સુરેશભાઇ પટેલએ પાણી સાથે મનોરંજન પુરૂ પાડવાની શરૂઆત કરેલ અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આજકાલ રાજકોટ-સૌરાષ્ટ્રમાં લગ્નની મૌસમ પુરબહારમાં ખીલેલ છે અને તો સૌરાષ્ટ્રમાં એક એવો ઈન્ટરનેશનલ લેવલનો ટ્રેન્ડ આવ્યો છે કે સૌરાષ્ટ્રનાં વર-વધુ અને તેમનાં પેરેન્ટ્સ પણ એવું ઈચ્છે છે કે અમારા સંતાનોનાં મેરેજ ફંક્શન ડેસ્ટીનેશ વેડીંગ જેવા થાય, અને આના માટે ઘણો મોટો ખર્ચ પણ થતો હોય છે.
પરંતુ ક્રિષ્ના વોટર પાર્કનાં ડીરેકટર, મૃદુભાષી અને સરળ સ્વભાવી, મળતાવડા મનનાં માલીક અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર એવા સુરેશભાઈ કણસાગરનાં આંગણે ઢોલ ઢબુક્યા છે. શ્રીમાન સુરેશભાઈ તેમજ શ્રીમતિ નીતાબેનની લાડલી દીકરી ડો.રાજવીને યુ.એસ. ભણાવીને રાજકોટ ખાતે ડો.ધૈર્ય સાથે શુભ લગ્ન યોજાયેલ. પોતાના રીસોર્ટ ખાતે તમામ ફંક્શનનું આયોજન કરેલ. પરંતુ આ તકે પણ પોતે પોતાની નૈતિક જવાબદારી ભુલેલ ન હતા. લાડલી દિકરી રાજવીને આર્શિવાદ મળી રહે તેવા શુભ આશયથી રાજકોટની સ્પેશ્યલ સંસ્થા કે જેમાં તમામ જ્ઞાતિનાં અનાથ બાળકો, વૃધ્ધાશ્રમનાં વડીલો, સ્પેશ્યલ હોમનાં બાળકો, દિવ્યાંગ ભાઈ-બહેનો, મેન્ટલ રીટાયર્ડ પર્સનનું ભરણ પોષણ કરતી 20 થી વધારે સંસ્થાઓનાં 1000થી પણ વધુ રહેવાસીઓને શિવરાત્રીનાં પવિત્ર તહેવારનાં દિવસે કુવાડવા-અમદાવાદ હાઈવે ઉપર આવેલ સૌરાષ્ટ્ર સૌથી વિશાળ ક્રિષ્ના વોટર પાર્ક ખાતે આ તમામ લોકોનું ઢોલ-નગારા-શરણાયનાં સુરે સ્વાગત કરવામાં આવેલ હતું અને પધારેલ તમામને શુધ્ધ અને સાત્વીક ફરાળી ભોજન કરાવેલ હતું. આખો દિવસ વોટર પાર્કમાં પીકનીકનું આયોજન કરી લોકોનાં આશિર્વાદ અને તેમના મુખ ઉપર આવેલ સ્મીતનાં સાચા અર્થમાં હક્કદાર બનેલ અને આવા સેવાકીય અને આશિર્વાદ સમો સેવાયજ્ઞ દ્વારા સમગ્ર સમાજ માટે એક દાખલો બેસાડી દીધો છે.
સુરેશભાઈ કણસાગર એવું ચોક્કસપણે માને છે કે આપણે સૌએ સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી ન ભુલવી જોઈએ, આવા બે ખબર સમાજ વીહોણા લોકોને આમંત્રીત કરી તેઓ પણ લગ્ન પ્રસંગનો આનંદ માણી શકે, આવા લોકોની સેવા એ જ પ્રભુની સાચી સેવા કરી કહેવાય. લગ્ન તો ભલે ધામધુમ કરો પણ તેની સાથે સાથે આવી સામાજીક પ્રવૃતિ પણ થતી રહેવી જોઈએ. આવી સેવાનું સનાતન ધર્મમાં એક મહત્વનું યોગદાન એ કદીએ આપણે ભુલવું ન જોઈએ.
આવી ઉત્કૃષ્ટ અને વિશીષ્ટ સેવાયજ્ઞનું આયોજન બદલ સુરેશભાઈ તેમજ સમગ્ર કણસાગરા પરિવારને ચોમેરથી અભિનંદન અને કણસાગરા પરિવારની લાડલી દીકરી ડો.રાજવી અને ડો.ધૈર્યનું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ મળી રહી છે.
વૃદ્વ લોકોની સેવા કરવાનું અમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું: સુરેશભાઇ કણસાગરા
મારી પુત્રીના લગ્ન હતા. એ શુભ અવસર નિમિતે રાજકોટની 25 સોશીયલ સંસ્થાઓ છે. જે વૃદ્વાશ્રમ, બેરા-મુંગા શાળા, અંધાશ્રમ, વિકલાંગ 1000થી વધુ લોકોને મહેમાન બનાવ્યા છે અને અમારૂં સદ્ભાગ્ય છે કે અમે આ સોશીયલ સંસ્થાઓને મહેમાન બનાવી શક્યા. 4 થી 5 વૃદ્વાશ્રમના લોકો આવ્યા છે. તેના માટે આજે શિવરાત્રી નિમિતે ફરાળની પણ વ્યવસ્થા કરી છે. આજે અમે તેના પુત્ર તરીકે અમે તે લોકોની સેવા કરી એ અમારૂં સદ્ભાગ્ય છે.
વડિલો સાથેની મુલાકાત મારા માટે અવિસ્મરણીય : કાજલ કણસાગરા
આજે મહાશિવરાત્રી છે અને હમણા અમારા ઘરે શુભપ્રસંગ મારી નણંદના લગ્ન હતા. તેથી તે નિમિતે અમારા ઘરનાએ સોશીયલ સંસ્થાઓના લોકોને આમંત્રણ આપ્યું છે. વૃદ્વ લોકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. બધા લગ્ન તો ધામધુમથી કરતા જ હોય પણ અમને તેની સાથે વૃદ્વો, અંધ-અપંગો, મુંગા-બહેરાની પણ સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો.