આવનારા ભવિષ્યમાં આખા વિશ્વમાં સહકારવાદ ચાલવાનો છે,મૂડીવાદ, સામ્યવાદ કે સમાજવાદ વિશ્વએ અપનાવી જોયો, પણ સૌના સમાન વિકાષની વાત સહકારિતામાં જ છે. અને સહકાર આપણી ગળથૂથીમાં છે તો આપણે ચોક્કસપણે વિશ્વગુરૂ બની શકીએ. એટલે સહકારી આગેવાનો આવતી કાલના વિશ્વના લીડર બની આગળ વધો.’ આવી વાત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પૂર્વ ચેરમેન-ડિરેકટર, સહકાર ભારતીના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કલ્પકભાઇ મણીઆરે સહકાર ભારતીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં કરી હતી.કલ્પકભાઇ મણીઆરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આપણે 20 વર્ષથી વધુ કાર્યરત સહકારી મંડળીઓનું સન્માન કર્યું.
આપણી ગળથૂથીમાં જ સહકાર છે તો આપણે સહુ લીડર બની આગળ વધીએ અને વિશ્રને સહકારનો નવો રાહ ચિંધીએ. સહકાર વગર ચાલવાનું જ નથી. આર્થિક-સામાજીક ઉત્થાન માટે સહકારવાદ જ જરૂરી છે. જે એકલો નથી લઇ શકતો કે કરી નથી શકતો તે સહુ ભેગા મળીને લઇ શકે કે કરી શકે એનું નામ જ સહકાર. સહકારમાં દરેકને સમાન હક્ક મળે છે. કોઇ મોટું નહિ કે કોઇ નાનું નહિ. એટલે જ આવતીકાલ સરકાર અનેક કામગીરી ’પેપરલેસ કરી રહી છે. સરકારને વધુને વધુ કાર્યો કરવા માટે ગામે-ગામે જવું છે.
આથી સાચા અને પારંગત માણસોની ડિમાન્ડ વધવાની છે.તમે સૌ કુશળ છો; તમારી કુશળતાનો વિસ્તાર વ્યાપ વધારો. આપણે લીડરશીપ લઇ આગળ આવીએ. પરંપરાગત કાર્યપદ્ધતિમાં ફેરફાર કરીએ. લેટેસ્ટ સોફટવેર દ્વારા કાર્યો કરીએ. આપણે દરરોજ કંઇક નવું ને નવું કરીએ. આપણો ગ્રાહક આપણી પાસે શું કામ આવે ? જો લોનમાં બીજાથી ઓછું વ્યાજ ચૂકવવાનું હોય અને ડિપોઝીટમાં બીજાથી વધુ વ્યાજ મળે તો એ આવે. આવા કાર્યો આપણે કરવાના છે.સહકારી કાર્યો એક ચળવળ બની જવી જોઇએ. આપણે આગળ વધીશું તો આપણો સમાજ અને રાષ્ટ્ર આગળ વધશે.