વિવિધ યોજના-સેવા માટે સરકાર અને લોકો વચ્ચે કડી બનવા રાજપરિવાર કટિબધ્ધ: માંધાતાસિંહ
ક્ષત્રીય સમાજ સહિત તમામ સમાજના લોકોએ લીધો લાભ
રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન તથા ભગિની સેવા ફાઇન્ડેશન સંસ્થાના ઉપક્રમે રાજકોટના પૂર્વ રાજવી, સ્વ. મનોહરસિંહજી જાડેજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે વિવિધ સરકારી યોજનાઓ માટેના કેમ્પનું આયોજન કરાયું હતું. વરસાદી વાતાવરણ હોવા છતાં ક્ષત્રીય સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા અમલી યોજના-સેવા માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું. રેશન કાર્ડના સુધારા, નવાં આધારકાર્ડ તથા આધારકાર્ડમાં સુધારા માટે લોકોની થોકબંધ અરજી આવી હતી. એ ઉપરાંત વિધવા સહાય માટેની કાર્યવાહીનું માર્ગદર્શન અને ફોર્મવિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વ. મનોહરસિંહજી જાડેજાએ પણ પોતના દીર્ઘકાલીન જાહેર જીવન-સમાજ જીવનમાં સામાન્ય લોકો માટે સદાય કામ કર્યું હતું. નાના માણસોની સમસ્યાને જ અગ્રતા આપી હતી. ત્યારે એમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથીએ આ એમને અપાયેલી ઉચિત શ્રધ્ધાંજલિ હતી.
આ કેમ્પમાં હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના ટ્રસ્ટીઓ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ સરવૈયા, ગૃહપતિ ગુલાબસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, તથા બોર્ડીંગના વિદ્યાર્થીઓ દિવ્યરાજસિંહ ગોહિલ, બહાદુરસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, આર.ડી. જાડેજા, ટીકુભાઇ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રવીણસિંહ ચુડાસમા, શાંતુભા ઝાલા, બળદેવસિંહ ચુડાસમા, વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ જાડેજા, વિરમદેવસિંહ ચુડાસમા, હઠીસિંહ જાડેજા, હરપાલસિંહ (રેલનગર) પિન્ટુભાઇ ઝાલા-ચુડા, દિગુભા ચુડાસમા, દિલીપસિંહ ઝાલા,રવિરાજસિંહ ઝાલા, વિક્રમસિંહ ઝાલા, પાર્થરાજસિંહ જાડેજા, કર્મરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાઘેલા, કિરીટસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
એ ઉપરાંત અ,સૌ. કાદમ્બરીદેવી, રાણીસાહેબ ઓફ રાજકોટના માર્ગદર્શનમાં ભગિની સેવા ફાઉન્ડેશનના કાર્યકર મમતાબા ગોહિલ, પ્રફુલ્લાબા પરમાર, ભાગ્યશ્રીબા જાડેજા, હર્ષાબા જાડેજા, વિલાસબા સોઢા, હિનાબા ગોહિલ, નિરુબા જાડેજા,જ્યોતિબા જાડેજા, રીટાબા ઝાલા, નયનાબા જાડેજા તથા ગીતાબા ચુડાસમા પણ સમગ્ર વ્યવસ્થામાં સક્રિય રહ્યા હતા.
વરસાદી વાતાવરણમાં વિવિધ વિસ્તારમાંથી સમાજના લોકો જોડાયા હતા અને આવા કેમ્પનું આયોજન ભવિષ્યમાં પણ કરવાની ખાતરી રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ આપી હતી.