શ્રાવણ માસની પૂનમના દિવસે ભાઇ-બહેનના પ્રેમ અને હેતના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. બહેન ભાઇની લાંબી આયુની પ્રાર્થના કરે છે ત્યારે ભાઇ પોતાની બહેનને ભેટ સોદાગ આપી ખૂશ કરે છે. ત્યારે શહેરના સદર બજારની બહેનની કરોડોની મિલકતના ખોટી રીતે વારસદાર બની ભાઇએ વૃધ્ધ બેહનના દિયરને ઓથોરિટી લેટર આપી મિલકત હડપ કરવાનો અને ચોરી કરી બહેનને નારાજ કર્યા અંગેની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સદર બજારમાં બહેનની મિલકતના વારસદાર ગણાવી ભાઇએ વિવાદીત કરી માલ સામાનની ચોરી કરી
એનઆરઆઇ વૃધ્ધાની મોતીરામ બિલ્ડીંગના ખોટા દસ્તાવેજ ભાઇએ બનાવી દિયરને ઓથોરિટી લેટર લખી આપ્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શ્રોફ રોડ પર આવલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને વર્ષોથી કેનેડા ખાતે સ્થાયી થયેલા દક્ષાબેન રમેશભાઇ રાવલે મુંબઇ રહેતા પોતાના મોટા ભાઇ શરદભાઇ ચંદ્રશંકરભાઇ દ્વીવેદી, રાજકોટ રહેતા દિયર ભરત છેલશંકર રાવલ અને ત્રણ અજાણ્યા શખ્સોએ સદર બજારની મોતીરામ બિલ્ડીંગમાં કોઇ હક-હિસ્સો ન હોવા છતાં પોતાને વારસદાર ગણાવી ખોટી ઓથોરિટી આપી કરોડોની કિંમતની મિલકત વિવાદીત બનાવી દીધાની તેમજ આ બિલ્ડીંગમાં રહેલા માલ સામાનની ચોરી કર્યા અંગેની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સદર બજારમાં આવેલા મોતીરામ બિલ્ડીંગ માલિક ચંદ્રશંકર ગીરજાશંકર દ્વીવેદીએ ગત તા.19-3-11ના રોજ નોટરાઇઝ વસીયતનામું બનાવી દક્ષાબેનને મિલકત આપી હતી. તેમજ મોતીરામ બિલ્ડીંગનો શદરભાઇ દ્વીવેદીએ પોતાના ભાગનો હિસ્સો નિમિશભાઇ નાગરેચાને વેચાણ કરી નાખી હોવાથી મોતીરામ બિલ્ડીંગમાં તેનો કોઇ હક કે હિસ્સો ન હોવા છતાં ચંદ્રશંકરના વારસદાર ગણાવી દક્ષાબેનની મિલકતમાં પોતાનો હિસ્સો હોવાનું ગણાવી દક્ષાબેનના દિયર ભરતભાઇ રાવલને ઓથોરિટી લેટર લખી આપી મિલકતને વિવાદીત બનાવ્યાની તેમજ મોતીરામ બિલ્ડીંગના તાળા તોડી રુા.20 હજારની કિંમતનો કડીયા કામનો માલ સામાનની ચોરી કર્યાનું ફરિયાદમાં જણાવતા પ્ર.નગર પી.એસ.આઇ. એ.એ.ખોખર સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.