નાગ દેવતાના દર્શનાર્થે ભાવિકોની ભીડ: લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન
આજે શ્રાવણ વદ પાંચમ ત્યારે આ દિવસને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો નાગ દેવતાની પુજા અર્ચના કરે છે. નાગલપરમાં આવેલ નાગ દેવતાનું આ મંદિર પાંડવો વખતનું છે. જે અંદાજીત ૩૫૦૦૦ વર્ષ જૂનું છે જેના વિશે નાગલપર મંદિરના મહંતએ જણાવ્યું હતું કે, નાગ પંચમીનું ઘણું મહત્વ છે. આ દિવસે તમે ધારો તે કાર્ય થાય છે, જે માગે તે મળે છે તેમજ મંદિરનો ઈતિહાસ જણાવતા વધુમાં કહ્યું કે, આ મંદિર પાંડવોના સમયનું છે. જયારે દ્રોપદીનો સ્વયંવર થયો ત્યારે તેઓ અહીં રોકાયા હતા. ત્યારથી આ મંદિરની સ્થાપના થઈ છે. આજે આ મંદિરમાં અંદાજીત ૪૫-૫૦ હજાર જેટલા ભાવિકો નાગ દેવતાના દર્શનાર્થે આવે છે. તેમજ છેલ્લા ૧૨ વર્ષથી અમે ભક્તજનો માટે ખીરની પ્રસાદીનું આયોજન કરીએ છીએ. આજના દિવસે નાગલપરમાં મેળો ભરાય છે. તેમાં આજુબાજુના ગામોમાંથી લોકો આવે છે. તેમજ લોકોના મનોરંજન માટે અહીં લોક ડાયરાનું પણ આયોજન થઈ જાય છે. વધુમાં જણાવ્યું હતું કે, આજે વરસાદ હોવા છતાં પણ આજુબાજુના ગામમાંથી લોકો અહીંયાનો મેળો માળવા અને નાગદેવતાના દર્શનાર્થે ઉમટી પડે છે અને ખીરનો પ્રસાદ પણ બધા ભાવિકોને પુરતો થઈ રહે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિરના દર્શનાર્થે લોકો આવે છે. પણ વર્ષો જૂના આ મંદિર તરફ જતો રસ્તો કાચો છે તો ત્યાં એક રાહદારીઓને તકલીફના પડે અને મંદિરની પણ ભવ્યતા વધે તે માટે નવો રસ્તો બનાવવામાં આવે એક ઈચ્છાનું પણ વર્ણન કર્યું હતું.