છેલ્લા ત્રણ વર્ષથી કુંડલિયા પરિવાર દ્વારા કરવામાં આવે છે વિતરણ
આજરોજ લાભ પાચમ નિમિત્તે કાલાવડ રોડ પર આવેલ સિદ્ધિવિનાયક ધામ ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોને સિદ્ધ કરેલ ધનરાશી પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી કુંડલીયા પરિવાર દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવે છે તથા આજરોજ દસ હજારથી વધુ લોકોને આ ધનરાશિ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી હતી.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ખાતે આજરોજ લાભ પાચમ નિમિત્તે સિદ્ધ કરેલ ધન રાશી ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.છેલ્લા 3 વર્ષથી આ ધનરાશી ભક્તોને આપવામાં આવે છે જેથી તેમના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. મંદિરના ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયા દ્વારા આજરોજ દર્શનાર્થે આવતા ભક્તોને અતિ વિદ્વાન પંડિત બાહ્મણો કનુભાઈ ભટ્ટ કથાકાર અને કમલેશભાઈ શાસ્ત્રી દ્વાર સિદ્ધ કરેલી ધનરાશી દ્વારા ઉચ્ચ મંત્રોચ્ચાર તથા પૂજા વિધી દ્વારા સિદ્ધ કરેલ ધનરાશિ પ્રસાદ રૂપે આપવામાં આવી હતી તથા એક અંદાજ મુજબ આશરે 10,000 થી પણ વધુ ભક્તોએ આ લાભ લીધો હતો.સવારે 8 વાગ્યે ગજાનન ગણપતિ મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી.આ તકે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહ,મેણંદભાઈ ખીમાણીયા,ડો.બીનાબેન પટેલ,ડો.દીપક પટેલ ડો.તેજસ ચોટાઈ,ચોલેરા સાહેબ,કથાકાર ભૂપેન્દ્ર પંડ્યા,કિરીટભાઈ કુંડલિયા,કાર્તિક રાજા,કેશાબેન કુંડલીયા ઉપસ્થિત રહ્યા હતા.
દરેકના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી પ્રાર્થના: કાર્તિકભાઈ કુંડલીયા
અબતક સાથેની વાતચીતમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના ટ્રસ્ટી કાર્તિકભાઈ કુંડલીયા જણાવે છે કે,છેલ્લા ત્રણ વર્ષથી અમે દર વર્ષે લાભ પાંચમને દિવસે આ વૈદિક મંત્રોચ્ચાર તથા અતિ વિદ્વાન પંડિત બ્રાહ્મણો દ્વારા સિદ્ધ કરેલ ધનરાશી ભક્તોને આપીએ છીએ.જેથી તેમના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તથા એક અંદાજ મુજબ આશરે દસ હજારથી પણ વધુ ભક્તોએ આ લાભ લીધો હતો અને આ તકે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.