ફકત રૂ. 10 માં તેલ 1 લીટર, ચણાનો લોટ પ00, ખાંડ પ00, મેંદોનો લોટ પ00 ગ્રામ, ચોખાના પૌવા પ00, મકાઇના પૌવા પ00 ગ્રામ આપવામાં આવશે

શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા માતૃશ્રી સ્વ. વિમળાબેન પ્રતાપભાઇ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા 33 વર્ષથી સતત કરવામાં આવે છે.

શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા સતત 33માં વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પવને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધુમથી હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરુરીયાતની ખાદ્ય વસ્તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદધાટક મહંત દેવપ્રસાદ સ્વામી, સ્વામીનારાયણ  ગુરુકુલ રાજકોટ તેજ આ સેવા યજ્ઞમાં અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત  રહેનાર દરેક મહાનુભાવો તેમજ દરેક દાતાઓ અમારા અતિથિ વિશેષ તથા મુખ્ય મહેમાન રહેશે. કાનુડા મિત્ર મંડળ દ્વારા માતૃ સ્વ. વિમળાબેન પ્રતાપભાઇ રાજદેવની આજીવન પ્રેરણાથી ભવ્ય સવાકીય પ્રવૃતિમાં

ફકત 10 રૂપિયામાં 6 વસ્તુ તેલ 1 લીટર, ચણાનો લોટ પ00 ગ્રામ, ખાંડ પ00 ગ્રામ, મેંદાનો લોટ પ00 ગ્રામ, ચોખાના પૌવા પ00 ગ્રામ, મકાઇના પૌવા પ00 ગ્રામ આપવામાં આવશે.

14 ઓગસ્ટે રવિવારે સવારે 7 થી 10 કલાકે 3, ગુંદાવાડી મયુરભાઇ રાજદેવ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અગાઉથી આપેલ કાર્ડ તથા રેશનીગ કુપન લાવવું જરુરીાયત છે. એક વ્યકિત એક થ વધારે કાર્ડ સાથે લાવશે તે માન્ય રાખવામાં આવશે નહિ. 18 વર્ષથી ઉપરની ઉમરના વ્યકિતને જ વસ્તુ આપવામાં આવશે.

સમગ્ર આયોજન અંગે કાનુડા મિત્ર મંડળના પ્રમુખ અને પાલિકાના બાંધકામ સમીતીના ચેરમેન કેતનભાઇ પટેલના માર્ગદર્શન માં ઉમશ ભુત, હસમુખ કોબીયા, પરેશ વોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી, રશ્મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા, શૈલેશ હાપલીયા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, સુરેશ ચૌહાણ, પ્રદિપ અનડકટ, બકુલ મકવાણા, હિતેશ ડોબરીયા, પ્રદિપ અનડકટ, મનહરભાઇ પંડયા, સંજય જોબનપુત્રા હિરેન ગણાત્રા, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજન અંગે ગુદાવાડી વેપારી મીત્ર મંડળનો હર હંમેશનો સહયોગ મળતો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.