- ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ
- હજારો ભાવિકો હરખભેર શોભાયાત્રામાં જોડાયા ધર્મયાત્રામાં ફલોટ, બાઈક, વિન્ટેજકાર રાસમંડળી, કળશધારી બહેનો સહિત જૈન-જૈનેતરોએ લીધો ધર્મલાભ
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે ગઇકાલે સવારે 7 વાગ્યે ભૂપેન્દ્ર રોડ ખાતે નવલુ નજરાણું એવુ વીરપ્રભુનું પારણુ નામક કાર્યક્રમ યોજાયો હતો જેને પ્રદિપભાઇ વોરા દ્રારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નાઓ અને ભગવાન મહાવીરનું બાળ સ્વરુપ જેને પારણામાં બરિાજમાન કરવામાં આવેલ જેને જુલાવીને શ્રાવકોએ ધન્યતા અનુભવી હતી. ભગવાનનાં આ નજરાણામાં ફળ, ફુલ તથા અન્ય વસ્તુઓનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. વીરપ્રભુનું પારણું યોજી સફળ બનાવવા માટે કમીટીનાં હેમલભાઇ કામદાર, ધૈર્યભાઇ પારેખ, વિશાલભાઇ વસા, સાગરભાઇ હપાણી, પ્રતિકભાઇ ગાંધી, હાર્દેકિભાઇ કોઠારી, શૈલેનભાઇ શાહ, હિતીશભાઇ મણીયાર, કૌશિકભાઇ કોઠારી, નિલેશભાઇ દેસાઇ, મેહુલભાઇ બાવીશી, પ્રકાશભાઇ ખજુરીયા, ઉમેશભાઇ શાહ વિગેરે કાર્યરત રહયા હતા.
ગત રવિવારનાં રોજ સવારે 7.30 કલાકે શાસ્ત્રી મેદાન સામે બાળકોની વેશભુષા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વેશભુષા કાર્યક્રમને ખારા પરીવાર દ્રારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં 300 વધુ બાળકોએ ભગવાન મહાવિરનાં જીવન સાથે સંકળાયેલ પાત્રોનો વેશ ધારણ કરી હરખભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અલગ-અલગ ઉમંરનાં વિજેતા બનેલા કુલ 40 બાળકોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
રાજકોટનાં મુખ્ય ચોક જેવા કે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), મહીલા કોલેજ ચોક, કોટેચા ચોક, મોટી ટાંકી ચોક ખાતે લાઈટીંગ કીઓસ્ક, રેઈન્બો ટ્રી દ્વારા હાઈ ટેક પ્રચાર થકી લોકોને મહોત્સવને જોડવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. જેને પણ પ્રજા જનોમાં આકર્ષણ ઉભુ કર્યું હતુ. જૈનમ દ્રારા બનેલી કમીટીનાં સભ્યોની અલગ અલગ 16 ટીમો દ્વારા રૂબરૂ જઈ ઉપાશ્રયો, દેરાસરો, સ્થાનકો, સંઘમાં બીરાજમાનો સાધુ-સાઘ્વજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, સંઘ પ્રમુખો વિગેરેને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
ગઇકાલે સવારે મણીયાર દેરાસર ખાતેથી ભવ્ય ધર્મયાત્રા નો પ્રારંભ અનેક સાધુ-સાઘ્વીજી ભગવંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થા, મંડળ, રાજકીય પક્ષનાં આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓની હાજરી વચ્ચે થયો હતો. આ ધર્મયાત્રામાં 25 થી વધુ ફલોટ જોડાયા હતા. વિવિધ પ્રકારનાં સંદેશા આપતા ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા. જેના માટે ફલોટ કમીટીનાં ઉદયભાઇ ગાંધી, હેમલભાઇ પારેખ, મૌલિકભાઇ મહેતા, ચિરાગભાઇ શાહ, ભાગ્યેશભાઇ મહેતા, તેજશભાઇ ગાંધી, જીનેશભાઇ મહેતા વિગેરે નોેધ પાત્ર કામગીરી કરી હતી. આ ફલોટ શુશોભન માટે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુંદર ડેકોરેશન કરનાર ફલોટનાં વિજેતાઓને જૈનમ પરિવારનાં ડોકટર સભ્યોની બનેલી એક નિર્ણાયકોની ટીમ જેમાં ડો. રાજુભાઇ કોઠારી, ડો. પારસભાઇ બી. શાહ, ડો. અમીતભાઇ હપાણી, ડો. કરણભાઇ ભરવાડા, ડો.શ્રેણીકભાઇ શાહ વિગેરે દ્વારા નિરીક્ષણ કરી જાહેર કરવામાં આવેલ હતા. જેમને ધર્મસભામાં ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉ5રાંત અનેકવિધ ડેકોરેશન સાથે કાર ધારકો જોડાયા હતા દરેક કાર ઉપર માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નો,અષ્ટમંગલ વિગેરેથી કારને શુશોભીત કરવામાં આવી હતી. આ વિવિધતાસભર ડેકોરેશનથી ધર્મયાત્રાને જોવા લાયક બનાવવામાં આ કાર ખૂબ મહત્વની છે માટે આ ડેકોરેટીવ કાર ધર્મયાત્રમાં જોડાય
આ ઉપરાંત આજની આ ધર્મસભામાં મહિલાઓ સંચાલીત બ્ોન્ડ સાથે સંગીતની સુરાવલીઓ વહેડાવતા બ્ોન્ડ, રાસમંડળી, કળશધારી બહેનો આ યાત્રામાં જોડાયા હતા. સાથે પ્રભાવના કરતો અનુકંપા રથ અને ભગવાન મહાવીર જેમાં બરિાજમાન થયા હતા તેવો ચાંદીનો રથ આ ધર્મયાત્રાનું વિશેષ નજરાણું બન્યો હતો.
યુવાનો દ્વારા પુજાનાં કપડાની મર્યાદા મુજબ પાણી પણ પીવાની છુટ હોતી નથી. આ સારથીબ્ાનીને આવેલા યુવાનો દર્શનભાઇ શાહ, મૌલિકભાઇ મહેતા, રાકેશભાઇ શેઠ, વિશાલભાઇ મહેતા, મહેશભાઇ મણીયારની પ્રેરણાથી આ ધર્મયાત્રામાં જોડાયા હતા. જ્યારે યાત્રાનાં રૂટ ઉપર ફરી હતી તે દરમ્યાન નવકારનાં નવ પદ એવા નવ સ્ટેજમાં તમામ સ્ટેજ ઉપર 12 બાળકો દ્રારા ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા.
રૂટ ઉપર ઠેરઠેર 18 આલમ, એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા. આ તમામ જ્ઞાતિ સંસ્થા, મંડળો વિગેરેને જોડવા માટે ખાસ આમંત્રણ આપાવામાં આવ્યુ હતુ. જેના માટે બનેલી કમીટીનાં સભ્યો નિલેશભાઇ શાહ, મનિષભાઇ મહેતા, રાજેશભાઇ મોદી, બી.કે. શાહ, અમિતભાઇ લાખાણી સુકેતુભાઇ ભોડીયા, સંદિપભાઇ સંઘવી ભરતભાઇ દોશી, દિશીતભાઇ મહેતા એ સુંદર સંકલન કરી તમામ લોકોને આ ધર્મયાત્રામાં જોડયા હતા.
ધર્મયાત્રાનાં પ્રારંભે દાતાશ્રી દ્વારા તડકાનાં ધ્યાનમાં રાખીને રક્ષણ માટે જૈનમના લોગો વાળી 500 ટોપીનું વિતરણ શ્રાવકો વચ્ચે કરવામાં આવ્યુ હતુ. આ ધર્મયાત્રા રાજકોટનાં રાજમાર્ગો ઉપર ફરી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પૂર્ણ થઇ હતી.
ધર્મસભામાં જોડાનાર તમામ શ્રાવકોને બ્ુાંદીનાં લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રભાવના માટેની વ્યવસ્થા સરદાર નગર યુવક મંડળના કાર્યકર્તાઓએ સંભાળી હતી આ પ્રભાવનાનો લાભા હરેશભાઇ વોરા, રાજેશભાઇ પારેખએ લીધો હતો ધર્મસભા બાદ અનેક દાતાશ્રીઓના સહયોગથી 7000 થી પણ વધુ જૈનોએ જયણા પૂર્વક વિધી થી બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લીધો હતો. ગૌતમ પ્રસાદનું આયોજન ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં કરવામાં આવેલ હતુ. જ્યાં પણ દાતા જયભાઇ ખારા, મનિષભાઇ કામાણી, જીતેશભાઇ મહેતા દ્વારા વરીયાળીનાં સરબતની શાતાકારી સેવા આપવામાં આવી હતી. આજના આ ગૌતમ પ્રસાદનાં સુંદર આયોજન માટે કમીટીનાં જીતુભાઇ કોઠારી, અનિલભાઇ દેસાઇ, વિભાસભાઇ શેઠ, મુકેશભાઇ દોશી, જનેશભાઇ અજમેરા, હિતેશભાઇ મહેતા, નૈમિષભાઇ મહેતા, ચિરાગભાઇ દોશી, પારસભાઇ વખારીયા, કલ્પેશભાઇ દફતરી, ચિરાગભાઇ સંઘવી, સુજીતભાઇ ઉદાણી, જયેશભાઇ વસા, કમલેશભાઇ શાહ, જયભાઇ ખારા, દિપકભાઇ માટલીયા, વિશેશભાઇ કામદાર, સેજલભાઇ કોઠારી, મેહુલભાઇ દામાણી, અમિશભાઇ દોશી, ભાવિકભાઇ શાહ(આર.પી.), ભાવિકભાઇ શાહ (રોયલ) વિગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી તમામ જૈનોને એક ભાણે ગૌતમ પ્રસાદ લેવાનુ ભગીરથ કાર્ય પાર પાડયુ હતુ. સમસ્ત જૈન સમાજ અને જૈનમનાં સંયુકત ઉપક્રમે આયોજીત ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવનાં અનેક વિધ કાર્યકમોને સફળ બનાવવા તથા ભવ્યાતિભવ્ય, અવિસ્મરણીય ધર્મયાત્રાનાં સફળ આયોજન માટે દાનવીર દાતાશ્રીઓ, સાધુ સાઘ્વી, ભગવંતો, શ્રાવક શ્રાવીકાઓ, રાજકોટની 18 એ આલમ, વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., સાથી સંસ્થાઓ, સંઘ પ્રમુખો, સંઘના હોદેદારો, મ્યુનીસીપલ કોર્પોરેશન, રાજકોટ પોલીસ, જૈનમનાં કાર્યકર્તાઓ, રાજકોટના મીડીયા જગતનાં પિન્ટ, ઇલેકટ્રોનીક મીડીયાનાં તંત્રીશ્રીઓ, પ્રતિનિધિઓ, ફોટોગ્રાફર વિગેરેનો જૈનમનાં જીતુભાઇ કોઠારી, સુજીતભાઇ ઉદાણી, જયેશભાઇ વસા વિગેરેએ આ તકે ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો છે.
ભગવાન મહાવીર સ્વામી સાક્ષાંત નથી પણ લોકોના દિલમાં વસેલા છે: પારસમુનિ
અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ છે. સમગ્ર વિશ્ર્વ જયારે અશાંતિ અને અહિંસાના માર્ગ પર છે. ત્યારે આ જન્મ કલ્યાણ મહોત્સવમાં ભગવાન ભલે સાંક્ષાત નથી. પણ લોકોના દિલમાં વસેલા છે. ત્યારે વિશ્ર્વમાં શાંતિ અને અહિંસા ફેલાય અને સર્વના દિલમાં પરોપકાર ફેલાય અને ભગવાન મહાવીર સ્વામીનું સુત્ર પરસ્પરો ગ્રહ જીવનમ આ ભાવને સર્વ જીવો સાર્થક કરે. સાપ્રંદ સમયની અંદર પરમાત્મા આ કાળના આ યુગના સાર્વત્રિક સફળ મર્હષિ બની ગયા, પરમાત્મા એ બતાવેલ પર્યાવરણય પરમાત્માએ બતાવેલી જીવન પઘ્ધતિનો સમગ્ર માનવ શાંતિ થાય પરિવારમાં શાંતિ થાય અને સમાજમાં ઉન્નતિ થાય.
અહિંસાના સંદેશ પર વિશ્ર્વ ચાલે તો અશાંતિ દુર થશે: વિજય રૂપાણી
અબતક સાથે વાતચીત કરતાં જણાવાયું છે કે રાજકોટમાં તમામ ફિરકાઓ મળી ને મહાવીર જયંતિની ઉજવણી કરી રહ્યા છે. ભગવાન મહાવીરને સંદેશો અહિંસા, અપરિગ્રહ ઉપર જગત ચાલશે તો જગતમાં જે અશાંતિ છે તે દુર થાશે અને શાંતિ ફેલાશે.