કાલથી શહેરમાં સતત 10 દિવસ વિઘ્નહર્તા ગણેશજીના ધર્મોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પર્યાવરણ બચાવ સંદર્ભે લોકો ખૂબ જ જાગૃત થયા છે.
મોટાભાગના લોકો હવે ઇકો ફ્રેન્ડલી ગજાનનની મૂર્તિનું સ્થાપન કરે છે. શહેરનાં બાલભવન ખાતે વિનામૂલ્યે બાલ ગણેશજીની મૂર્તિનાં નિર્માણ માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં બાળથી મોટેરાએ પોતાની જાતે માટીમાંથી ગણેશજીની આકર્ષક મૂર્તિ નિર્માણ કરી હતી.
100થી વધુ લોકોએ આ મૂર્તિ નિર્માણ વર્કશોપ તાલિમમાં ભાગ લઇને શ્રેષ્ઠ મૂર્તિ સ્વ-નિર્માણ કરી હતી. મહારાષ્ટ્રના મૂળ આ તહેવારનું છેલ્લા દોઢ દાયકાથી કાઠિયાવાડમાં પણ મહત્વ વધતું ગયું છે ત્યારે આ વર્ષે ભક્તજનો જાહેર ચોક કે પોતાના ઘરે ગણેશ સ્થાપન કરીને ગણેશજીની પૂજન-અર્ચના કરશે. આ વર્ષે આ ઉજવણીમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે.