ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ , રાજકોટનાં ઉપક્રમે પૂજ્ય મહાત્મા ગાંધીની 153 મી જન્મજયંતિ પૂજ્ય બાપુના વિદ્યાર્થીકાળના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો . કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના અતિ પ્રિય ભજન ” વૈષ્ણવ જન તો તેને રે કહીએ’થી   રાજેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ . ઉપસ્થિત મહેમાનોનો પરિચય સંસ્થાના ટ્રસ્ટી અનામિકભાઈ શાહ એ આપેલ અને સુતરથી આંટીથી સ્વાગત રકતપિત્તનાં દર્દીઓએ કરેલ. આ પ્રસંગે શિક્ષણ શાસ્ત્ર ભવન , ગુજરાત વિદ્યાપીઠનાં ડીન અધ્યક્ષ , કવિ તેમજ ગાંધી વિચારે તજજ્ઞ ડો . ભરતભાઈ જોષી (પાર્થ મહાબાહુ ) , ” ગાંધીજી છેવટની આશા ” વિષય ઉપર પ્રવચન આપી , પૂજ્ય બાપુને શબ્દાંજલિ અર્પણ કરી હતી . કાર્યક્રમનાં પ્રમુખસ્થાને મૂર્ધન્ય કવિ , સંત સાહિત્ય અને ગાંધી વિચાર તજજ્ઞ   દલપતભાઈ પઢિયાર વક્તવ્ય આપેલ . આ ઉપરાંત મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય એવા રકપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર મહાલક્ષ્મી ફાઉન્ડેશન ટ્રસ્ટ , રાજકોટ દ્વારા કતપિત્ત મુકત દર્દીઓનું સમાજમાં પુન: સ્થાપન કરવા માટે તેઓને સ્વરોજગારીનાં સાધનો આપવામાં આવેલ આ વખતે પણ પાંચ રકતપિત્ત રોગમુકત દર્દીઓનાં પુન:વસન માટે સ્વરોજગારીના સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયેલ . શ્રી કેયુરભાઈ અંજારીયા તથા તેની ટીમે બનાવેલ દસ્તાવેજી ફિલ્મ હિન્દી ભાષામાં ગુજરાત ટુરીઝમાં સહયોગથી તૈયાર કરા કરવામાં આવી , તે દસ્તાવેજી ફિલ્મની સીડીનું વિમોચન મુખ્ય મહેમાનો દ્વારા  કરવામાં આવ્યુ હતું .

આ પ્રસંગે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અનામિકભાઈ શાહ , વિનોદભાઈ ગોસલિયા , ગોવિંદભાઈ ખુંટ , ડો . અલ્પનાબેન ત્રિવેદી તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનાં હિમ્મતભાઈ ગોડા , બળવંતભાઈ જાની , કડવીબાઈ ટ્રસ્ટનાં હીરાબેન માંજરીયા તથા નિયંત્રિતો , વિદ્યાર્થીઓએ હાજર રહી પૂજ્ય બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ , સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનાં સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ  હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.