ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ જજ કે.ડી. દવે એસ.પી. બલરામ મીણા, જીલ્લા સરકાર વકીલ એસ.કે. વોરા, પોલીસ અધિકારી અને વકીલો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહયા
શહેરના ટાગોર માર્ગ પર આવેલા હેમુ ગઢવી હોલ ખાતે ગાંધી જયંતિ નિમિતે રાજયના કાયદા અને ગૃહ વિભાગ દ્વારા સાઇબર લો અંગે સેમીનાર યોજાયો છે. જેમાં પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો સહિત મોટી સંખ્યામાં વકીલો અને પોલીસ સ્ટાફ ઉ5સ્થિત રહ્યા હતા.
બીજી ઓકટોબરના રોજ ગાંધી જયંતિ નીમીતે રાજય સરકારના કાયદા અને ગૃહ વિભાગ દ્વારા આયોજીત, ડીરેકટરેટ ઓફ પ્રોસીકયુશન દ્વારા માર્ગદર્શીત જીલ્લા સરકારી વકીલ, પોલીસ કમિશ્નર અને પોલીસ અધિક્ષક દ્વારા પરીચીત આ સેમીનારમાં ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ જજ કે.ડી.દવે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી રાજકોટ જીલ્લાના તમામ સરકારી વકીલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ગુન્હાને લગતા પોલીસ તપાસના મુદ્દાઓ સુચિત કરેલ હતા. હેમુ ગઢવી હોલમાં યોજાયેલ આ સેમીનારમાં દિવસે દિવસે વધતા સાઇબર ક્રાઇમ અંગે કાયદાની જરુરીયાતો, કાયદાના પ્રબધો અને પોલીસ તપાસની કાર્યપઘ્ધતિ તથા અસરકારકતા માટે સરકારી વકીલો અને ઉચ્ચ પોલીસ અમલદારો વચ્ચે આવા ગુન્હાઓના ગુનેગારો સામે પ્રોસીકયુશનના કેસ વધુ ઝડપથી અને સજા સ્વરુપે પરીણમે તે માટે પરીસવાદ યોજાયેલ હતો. આ સેમીનારમાં જીલ્લા સરકારી વકીલ સંજયભા વોરાએ વધતા જતા સાયબર અને ઓન-લાઇન ક્રાઇમ બાબતે વર્ષ 2000 મા ઘડાયેલા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ માં વખતો વખતના સુધારઓથી તપાસનીશ અમલદારો અને પબ્લીક પ્રોસીકયુટર્સને વિસ્તૃત રીતે માહિતગાર કરેલા હતા.
આ સેમીનારમાં પોલીસ અધિક્ષક બલરામ મીણા, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમર, મહર્ષિ રાવલ, પ્રતિપાલસિંહ જાડેજા, એ.સી.પી. ઓ પ્રમોદ દેવરા, બસીયા, ગેડમ, જી.ડી. પલસાણા, ડી.સી.બી. પો.સ્ટે.ના વી.કે.ગઢવી, સાયબર પો.સ્ટે.ના પી.આઇ. વી.જે. ફર્નાન્ડીશ, મહીલા પો.સ્ટે.ના પી.આઇ. સેજલબેન પટેલ, ગાંધીગ્રામ પો.સ્ટે. પી.આઇ. અજીતસિંહ ચાવડા, પી.આઇ. જે.ડી. ઝાલા વિગેરે હાજર રહેલ હતા. અને ગુન્હાની પોલીસ તપાસ દરમ્યાન વધુ અસકારક રીતે આરોપીઓ વિરુઘ્ધ પુરાવાઓ કાયદાની માન્યતા મુજબ કેમ એકત્ર કરી શકાય તે અંગે વિસ્તૃતપણે વાર્તાલાપ કરવામાં આવેલ હતો.
આ વાર્તાલાપમાં મદદનીશ સરકારી વકીલો અને અધિક પબ્લીક પ્રોસીકયુટર તરીકે રાજકોટના મહેશભાઇ જોશી, દિલીપભાઇ મહેતા, સ્મીતાબેન અત્રી, બિનલબેન માથુર, મુકેશભાઇ પીપળીયા, રક્ષીતભાઇ ગોગીયા, તરુણભાઇ સોસન, અતુલભાઇ જોશી, પરાગભાઇ શાહ, પ્રશાતભાઇ પટેલ, ગોંડલના જી.કે. ડોબરીયા અને જે.ડી. ચાવડા, ધોરાજીના કે.એમ.પારેખ જેતપુરના કેતનભાઇ પડયા સહીતના ઉ5સ્થિત રહી વાર્તાલાપમાં સક્રિય ભાગ ભજવેલો હતો. આ વાર્તાલાપમાં રાજકોટ જિલ્લાના તમામ મદદનીશ પબ્લીક પ્રોસીકયુટર્સ પણ હાજર રહી ફોજદારી કેસોના નિકાલમાં થતાં વિલબના કારણો અંગે વિસ્તૃત માહીતી આપેલ હતી. આ માહીતીના આધારે ફોજદારી કેસોનો વધ ઝડપથી નિકાલ કરવા માટે અસરકારક સુચનો મેળવવામાં આવેલ હતા.
આ સેમીનારને અસરકારક અને અર્થસભર બનાવવા માટે ગાંધીનગરથી ડે.ડીરેકટર ઓફ પ્રોસીયુશન જગરુપસિંહ રાજપુત ઉ5સ્થિત રહેલા હતા અને આ સેમીનારનું સંચાલન અધિક પબ્લીક પ્રોસીકયુટર કમલેશભાઇ ડોડીયાએ કરેલું હતું.