રક્ષાબંધન અને જન્માષ્ટમી નિમિત્તે તા.10થી 21 ઓગસ્ટ સુધી જાહેર જનતાને ફરસાણમાં રાહત મળે તે માટે તમામ વેપારીઓ સાથે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વેપારીઓએ સંમતિ સાધીને 15 ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
જિલ્લા કલેકટર તંત્રની વેપારીઓ સાથે બેઠક સફળ રહી :
રક્ષાબંધન અને જન્માષ્ટમી નિમિત્તે તા.10થી 21 ઓગસ્ટ સુધી જાહેર જનતાને રાહત આપવા તમામ વેપારીઓ થયા સંમત
જિલ્લા કલેકટરની સૂચનાથી આગામી સાતમ આઠમના તહેવાર અનુલક્ષીને રાજકોટ શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો તા.10થી 21 ઓગસ્ટ દરમિયાન આનંદ અને ઉલ્લાસ સાથે પર્વને મનાવી શકે તે માટે પુરવઠા વિભાગ દ્વારા ફરસાણના ભાવમાં રાહત અપાવવા માટે વેપારિઓ સાથે ગઈકાલે બેઠકનું આયોજન કર્યું હતું.આ બેઠકમાં વેપારીઓએ હાલના બજારભાવથી 15 ટકા ઓછા ભાવે ફરસાણનું વેચાણ કરવા માટે સંમતિ દર્શાવી છે. જેથી હવે શહેરીજનોને રાહતભાવે ફરસાણ મળવાનું છે.