ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)ની આગામી શુક્રવારે ૭૫મી વર્ષગાંઠ છે. જેને લઈ આ એફએઓ સાથે ભારતના સંબંધોને ચિહ્નિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબરે 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે.
આ કાર્યક્રમમાં કૃષિ અને પોષણને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં દેશમાં ઉપસ્થિત કુપોષણને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા સંકલ્પ લેવામાં આવશે. આ કાર્યક્રમ આંગણવાડીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, દેશભરના ઓર્ગેનિક અને બાગાયતી મિશનોની સામે વર્ચ્યુઅલ રીતે યોજાશે.
ઉલ્લેખનીય છે કે, પીએમઓ દ્વારા એફએઓના વખાણ કરાયા છે. પીએમઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નબળા વર્ગ અને જનતાને આર્થિક અને પોષણયુક્ત રીતે મજબૂત બનાવવાની એફએઓની યાત્રા અતુલનીય છે. ભારતીય સિવિલ સર્વિસના અધિકારી ડૉ.બિનય રંજન સેન 1956–1967 દરમિયાન એફએઓના પ્રથમ ડાયરેક્ટર જનરલ હતા.
ડૉ.બિનયના સમયે જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ,કે જેણે નોબેલ શાંતિ પુરસ્કાર 2020 જીત્યો હતો. પીએમઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ હતું કે, “ભારતના આંતરરાષ્ટ્રીય વર્ષ 2016 અને 2023ની દરખાસ્તો માટે એફએઓ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણોનીમા સંપત્તિ હકોને એક નવી જ ઊંચાઇ આપતા સ્વામિત્વ યોજનાની શરૂઆત કરાવી છે. આ અંતર્ગત એક લાખ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને પ્રોપર્ટી કાર્ડ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. છ રાજ્યોના 763 ગામોમાં આ શરૂઆતને ઐતિહાસિક ગણાવતા વડાપ્રધાને કહ્યું કે આ પગલું સ્વનિર્ભર ગ્રામીણ ભારતની દિશામાં મહત્વપૂર્ણ છે.