દિવાળીના તહેવારમાં ઇશ્વરીયા પાર્ક સવારે 8થી રાત્રે 8 સુધી ખુલ્લો રહેશે. તહેવારને ધ્યાનમાં લઈ તા. 10થી 15 સુધી સમય વધારવાનો વહીવટી તંત્રએ નિર્ણય જાહેર કર્યો છે.
તહેવારને ધ્યાનમાં લઈ કાલથી 15 સુધી સમય વધારવાનો વહીવટી તંત્રનો નિર્ણય
દિવાળીના તહેવારો નિમિત્તે ઇશ્વરીયા પાર્ક સવારે 8 થી સાંજે 8 સુધી ખુલ્લો રહેશે રાજકોટ તા. 9 નવેમ્બર – દિવાળીના તહેવાર નિમિત્તે 10 થી 15 નવેમ્બર સુધી ઇશ્વરીયા પાર્ક સવારે 8 થી સાંજે 8 સુધી ખુલ્લો રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંચાલિત વેલી ઓફ વાઇલ્ડ ફલાવર હિલ ગાર્ડન ઇશ્વરીયા પાર્ક લોકલાગણીને માન આપીને વધારાના સમય સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય કલેકટર પ્રભવ જોષી દ્વારા લોકલાગણીને માન આપીને લેવામાં આવ્યો છે, જેનો સહેલાણીઓને લાભ લેવા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને રાજકોટ શહેર-1ના નાયબ કલેકટર કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.
ટૂંક સમયમાં પાર્કના વિકાસનો રોડ મેપ તૈયાર થશે
આગામી સમયમાં ઇશ્વરીયા પાર્કના વિકાસનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે રાજકોટની ભાગોળે કુદરતના ખોળે આ સુંદર સ્થળ આવેલું છે. અહીં વધુમાં વધુ લોકો આવે તે માટે પાર્કને ડેવલપ કરવામાં આવશે. આ સંદર્ભે આગામી દિવસોમાં બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં જરૂરી સૂચનો લઈ નિર્ણયો પણ લેવામાં આવશે.